બે વ્યસ્કનાં લગ્નમાં કોઇ ત્રીજી વ્યક્તિ દખલ ન કરી શકે : ઓનરકીલિંગ મુદ્દે સુપ્રીમનું આકરૂ વલણ

જ્યારે બે વયસ્ક લગ્ન કરી રહ્યા હોય તો કોઇ ત્રીજાએ તેના પર બોલવાનો અધિકાર નથી: પ્રેમી યુગલને પુરતી સુરક્ષા પણ મળવી જોઇએ

  • ખાપ પંચાયત જેવી સ્વયંભૂ પંચાયતો પર આખરી કાર્યવાહી થશે
  • પ્રેમી યુગલને સરકાર દ્વારા પ્રોટેક્શન પણ આપવામાં આવવું જોઇએ
  • શક્તિવાહીની દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

Trending Photos

બે વ્યસ્કનાં લગ્નમાં કોઇ ત્રીજી વ્યક્તિ દખલ ન કરી શકે : ઓનરકીલિંગ મુદ્દે સુપ્રીમનું આકરૂ વલણ

નવી દિલ્હી : ઓનર કીલિંગમાં થનારી હત્યાઓ પર પ્રતિબંધ લગાવવાની માંગની અરજી પર સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી છે. અરજી પર સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ ટીપ્પણી કરી કે જ્યારે બે વયસ્ક લગ્ન કરી રહ્યા હોય તો કોઇ ત્રીજાએ તેના પર બોલવાનો અધિકાર નથી. એટલું જ નહી ચીફ જસ્ટિસે કહ્યું કે, પ્રેમ લગ્ન કરનારા જોડકાઓને સંપુર્ણ સુરક્ષા પણ મળવી જોઇએ.

ચીફ જસ્ટિસે કહ્યું કે, પેરેન્ટ હોય કે, સમાજ હોય અથવા તો પછી કોઇ અન્ય હોય, કોઇ પણ આવા કેસમાં દખલ કરી શકે નહી. કોઇ પણ વ્યક્તિગત્ત અથવા સામુહિક રીતે લગ્નમાં દખલ કરવાનો અધિકાર નથી. બિનલાભકારી સંગઠન શક્તિવાહનીએ સુપ્રીમમાં અરજી દાખલ કરીને ખાપ પંચાયત જેવી સ્વયંભી કોર્ટ પર પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી.

શક્તિતી વાહિનીીએ પોતાની અરજીમાં કહ્યું કે, મધ્યકાળમાં પોતાની કથિત પરંપરાઓનાં સંરક્ષણનાં નામે પ્રેમી યુગલોની હત્યા ન કરી શકાય. ખાપ પંચાયતો તરફથી કોર્ટમાં રજુ વકીલે કહ્યુ કે અમે  આ પ્રકારની હત્યાઓની વિરુદ્ધ છીએ.  કોર્ટે કહ્યું કે, અમે ખાપ પંચાયતોનાં અધિકારની ચિંતા નથી. અમે માત્ર લગ્ન કરનારા યુગલોની ચિંતા છે. લગ્ન પછી સારા હોય કે ખરાબ આપણે તેની બહાર જ રહેવું જોઇએ.

ટીવી રિપોર્ટ્સ અનુસાર અરજી પર સુનવણી દરમિયાન એક મહિલા વકીલે દિલ્હીમાં અંકિત સક્સેનાનાં અફેર મુદ્દે હત્યા કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ મુદ્દે સુનવણી નથી કરી રહ્યા. અમે તમામ વિષયો પર સુનવણી કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news