ચાના કપ પછી હવે રેલવે ટિકિટ પર જોવા મળી પીએમ મોદીની તસવીર, થઇ કડક કાર્યવાહી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)માં ચૂંટણી આચાર સંહિતા ઉલ્લઘંનની કાર્યવાહી રેલવેના બે કર્મચારીઓ સુધી પહોંચી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલો યૂપીના બારાબંકી રેલવે સ્ટેશનનો છે.

ચાના કપ પછી હવે રેલવે ટિકિટ પર જોવા મળી પીએમ મોદીની તસવીર, થઇ કડક કાર્યવાહી

બારાબંકી: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)માં ચૂંટણી આચાર સંહિતા ઉલ્લઘંનની કાર્યવાહી રેલવેના બે કર્મચારીઓ સુધી પહોંચી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલો યૂપીના બારાબંકી રેલવે સ્ટેશનનો છે. અહીં રેલવે ટિટિક પર પીએમ મોદીની તસવીરવાળી ટિકિટ યાત્રીઓને આપવા પર 2 કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવતા તપાસ કરવામાં આવી રહી છે. બારાબંકીના એડીએમે સમાચાર એજન્સી એએનઆને જણાવ્યું કે, 13 એપ્રિલના શિફ્ટ ચેન્જ થયા બાદ ટિકિટ કાઉન્ટર પર પ્રિટિંગ માટે જૂના રોલનો ભૂલથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા શતાબ્દી ટ્રેનમાં ભાજપના ચૂંટણી નારમાં ‘મેં ભી ચોકીદાર’ લખેલા કપમાં ચા આપવાના મામલો સામે આવ્યો હતો. સમાચારો અનુસાર 29 માર્ચે ટ્રેનમાં જે પેપર કપમાં ચા આપવામાં આવી હતી તેમના પર ‘મેં ભી ચોકીદાર’ લખેલું હતું. કપ પર લીલા અને લાલ રંગમાં ‘મેં ભી ચોકીદાર’ મોટા મોટા અક્ષરોમાં લખેલું હતું. તેની નીચે નાના શબ્દોમાં આતંકવાદથી દેશની રક્ષા કરવાનો સંદેશ લખ્યો હતો. આ ઘટના કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં યાત્રા કરી રહેલા યાત્રીઓ સાથે હતો. ટ્રેમાં યાત્રા કરનાર યાત્રિઓને આ કપની સાથે ટ્વિટ કરી દીધું, ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

આઇઆરસીટીસીએ એપ્રુવલ વગર વહેંચી કપમાં ચા
આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ રેલવેની તરફથી કહેવામં આવ્યું કે, કપ હટાવી લેવામાં આવ્યા અને ઠેકેદારને દંડ ફટકારવામાં આવ્યા છે. યાત્રીઓની તરફથી એ પણ દાવો કરવામાં આવ્યો કે, ‘મેં ભી ચોકીદાર’ લખેલા કપમાં બે વાર ચા આપવામાં આવી. જો કે, રેલવેની તરફથી જણાવવામાં આવ્યું કે, કેટલાક લોકોને જ કપમાં ચા આપવામાં આવી હતી.

કપ પર આ જાહેરાત એનજીઓ ‘સંકલ્પ ફાઉન્ડેશન’ તરફથી કરવામાં આવી હતી. આઇઆરસીટીસીની પરવાનગી વિના મુસાફરોને આ કપ આપવામાં આવ્યા હતા. મામલો સામે આવ્યા બાદ રેલવે તરફથી આ કપને તાત્કાલીક હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલે ચૂંટણી પંચે રેલવેને નોટિસ પણ મોકલી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news