Nobel Prize in Physics: ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ-2022 ની જાહેરાત, આ ત્રણ વૈજ્ઞાનિકોએ જીત્યો એવોર્ડ
Nobel Prize in Physics: ગત વર્ષે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર સ્યૂકુરો મનાબે (જાપાન), ક્લોસ હેસલમેન (જર્મની) અને જિયોર્જિયો પેરિસી (ઇટલી) ને આપવામાં આવ્યો હતો. આ ત્રણેય વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર જટિલ ફિઝિકલ સિસ્ટમને સારી રીતે સમજવામાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યું.
Trending Photos
Nobel Prize in Physics: ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ-2022 નું એલાન થઇ ગયું છે. સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં આયોજિત થઇ રહેલા નોબેલ પ્રાઇઝ વીક 2022 ના બીજા દિવસે ફિઝિક્સના નોબેલ ત્રણ વૈજ્ઞાનિકોએ આપવામાં આવ્યો. એલન આસ્પેક્ટ, જોન એક ક્લોસર અને એન્ટન જેલિંગરને આ એવોર્ડ આપવામાં આવ્યો. 'ક્વોંટમ મેકેનિક્સ' ના ક્ષેત્રમાં કાર્ય કરવા માટે આ ત્રણ વૈજ્ઞાનિકોને પુરસ્કાર આપવામાં આવ્યો.
એલન આસ્પેક્ટ ફ્રાંસના છે. તે પેરિસ અને સ્કેલે યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. જોન એક ક્લોસર અમેરિકી રિસર્ચર અને પ્રોફેસર છે.એન્ટન જેલિંગર ઓસ્ટ્રિયાની વિએનના યૂનિવર્સિટીમાં ફિઝિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને રિસર્ચર છે. તમને જણાવી દઇએ કે નોબેલ પ્રાઇઝ વીક 10 ઓક્ટોબર સુધી ચાલશે. 7 દિવસમાં કુલ 6 પુરસ્કારોની જાહેરાત થશે.
ગત વર્ષે ફિઝિક્સના નોબેલ પુરસ્કાર સ્યૂકુરો મનાબે (જાપાન), ક્લોસ હેસલમેન (જર્મની) અને જિયોર્જિયો પેરિસી (ઇટલી) ને આપવામાં આવ્યો હતો. આ ત્રણેય વૈજ્ઞાનિકોને આ પુરસ્કાર જટિલ ફિઝિકલ સિસ્ટમને સારી રીતે સમજવામાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યું.
મેડિસિન માટે કોણે મળ્યો એવોર્ડ?
તો બીજી તરફ માનવ ક્રમિક વિકાસ પર શોધ માટે 2022 માં ચિકિત્સાનો નોબેલ પુરસ્કાર જર્મનીના લેપજિગ સ્થિત મેક્સ પ્લેંક ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇવોલ્યૂશનરી એંથ્રોપોલોજીના સ્વૈંતે પૈબોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. બીજા શબ્દોમાં પૈબોને આધુનિક માનવથી હળતી મળતી વિલુપ્ત પ્રજાતિ, નિએંડરથલ અને ડેનિસોવાન્સ જીનોમના અનુક્રમણ માટે અને આ શોધોથી માનવના ક્રમિક વિકાસમાં અનોખી અંતદ્રષ્ટિ નાખવા માટે પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો.
પૈબો પ્રાચીન ડીએનએના ક્ષેત્રમાં નેતૃત્વકારી ભૂમિકા ભજવવા માટે વ્યાપક રૂપથી ઓળખવામાં આવે છે. આ એક એવું શોધ ક્ષેત્ર છે જે ઐતિહાસિક અથવા પ્રાગ-ઐતિહાસિક અવશેષોને પુનઃપ્રાપ્ત કરવા માટે અને તેમના વિશ્લેષણો સાથે જોડાયેલા છે. પૈબોએ મેડિકલ સાયન્સમાં પીએચડીની ઉપાધિ 1980ના દાયકાની શરૂઆતમાં સ્વીડનની ઉપ્પાસલા યૂનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે