COVID 19 Vaccine Registration: ચાર કલાકમાં આશરે 80 લાખ લોકોએ કરાવ્યું વેક્સિન માટે રજીસ્ટ્રેશન

ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 1 મેથી કોરોના વેક્સિન લગાવી શકે છે. તે માટે આજ એટલે કે 28 એપ્રિલથી કોવિન અને અન્ય એપ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ થયું છે.

 COVID 19 Vaccine Registration: ચાર કલાકમાં આશરે 80 લાખ લોકોએ કરાવ્યું વેક્સિન માટે રજીસ્ટ્રેશન

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશન માટે બુધવારે માત્ર ત્રણ કલાકમાં આશરે 80 લાખ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. શરૂઆતમાં કોવિન વેબસાઇટમાં સમસ્યા આવ્યા બાદ સાંજે આશરે 4 કલાકે કોવિન  (http://cowin.gov.in), આરોગ્ય સેતુ અને ઉંમગ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. ત્યારબાદ રાત્રે 8 કલાક સુધી કુલ 79 લાખ 65 હજાર 720 લોકોએ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે 18 વર્ષથી મોટી ઉંમરના લોકો 1 મેથી કોરોના વેક્સિન લગાવી શકે છે. તે માટે આજ એટલે કે 28 એપ્રિલથી કોવિન અને અન્ય એપ દ્વારા રજીસ્ટ્રેશન શરૂ થયું છે. નેશનલ હેલ્થ ઓથોરિટાના સીઈઓ અને કોવિન એણ્પાવર્ડ કમિટીના ચેરપર્સન આર. એસ. શર્માએ કહ્યુ કે, આજે કોવિન પર 79,65,720 રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા. તેમાં મોટા ભાગનું રજીસ્ટ્રેશન (4 કલાકથી 7 કલાક) વચ્ચે થયું છે. જેનું ઉંમર 18-44 વર્ષ હતી. પ્રતિ સેકેન્ડ 55 હજાર લોકો સાઇટ પર હતા. સિસ્ટમે અપેક્ષાનુસાર કામ કર્યું.

— RS Sharma (@rssharma3) April 28, 2021

ઉલ્લેખનીય છે કે શનિવાર એટલે કે 1 મેથી કોવિડ-19 વેક્સિનેશનના ત્રીજા તબક્કામાટે બધાને રસીકરણની મંજૂરી આપવામાં આવી છે. જે લોકો કોરોના વેક્સિન લેવા ઈચ્છે છે તે https://www.cowin.gov.in/home પર જઈને "register/sign-in" વિકલ્પ પર ક્લિક કરી આગળની પ્રોસેસ કરી શકે છે. 

સાંજે ચાર કલાક સુધી કોવિનનું સર્વર કામ કરી રહ્યું નહતું અને તેના પર સામે મેસેજ આવી રહ્યો હતો કે- કોવિન સર્વરમાં મુશ્કેલી આવી રહી છે, મહેરબાની કરી બાદમાં પ્રયાસ કરો. પરંતુ કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સરકારી એપ આરોગ્ય સેતુએ ટ્વીટ કરીને કહ્યું કે, કોવિન પોર્ટલ કામ કરી રહ્યું છે. કેટલીક સામાન્ય ખામીઓ હતી જેને ચાર કલાક સુધી ઠીક કરી લેવામાં આવી. 18 વર્ષથી ઉપરના લોકો રજીસ્ટર કરાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news