ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ: ડિફેન્સ ટેક્નોલોજી સહિત 7 મહત્વની સમજુતી, 2 જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની વચ્ચે ગુરૂવારે યોજાયેલી વર્ચ્યુઅલ સમિટમાં સંરક્ષણ ટેક્નોલોજી સહિત 7 સમજુતી સાઇન થઇ અને બે જાહેરાત કરવામાં આવી. મોદીએ કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે સંબંધ મજબુત કરવા માટેનો આ સૌથી યોગ્ય સમય છે.

Updated By: Jun 4, 2020, 06:13 PM IST
ભારત-ઓસ્ટ્રેલિયા વર્ચ્યુઅલ સમિટ: ડિફેન્સ ટેક્નોલોજી સહિત 7 મહત્વની સમજુતી, 2 જાહેરાત

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનની વચ્ચે ગુરૂવારે યોજાયેલી વર્ચ્યુઅલ સમિટમાં સંરક્ષણ ટેક્નોલોજી સહિત 7 સમજુતી સાઇન થઇ અને બે જાહેરાત કરવામાં આવી. મોદીએ કહ્યું કે, બંન્ને દેશોની વચ્ચે સંબંધ મજબુત કરવા માટેનો આ સૌથી યોગ્ય સમય છે.

નોકરી માટે શહેરોમાં નહી આવવું પડે, દેશની મોટી ફેક્ટ્રીઓ ગામમાં લગાવશે પોતાના પ્લાન્ટ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 સમજુતી, 2 જાહેરાત
1. બંન્ને દેશોની વચ્ચે સ્ટ્રેટજિક પાર્ટનરશિપ પર સંયુક્ત નિવેદન (જાહેરાત)
2. ઇન્ડો-પૈસિફિકમાં મૈરિટાઇમ (સમુદ્રી) સહયોગ અંગે સંયુક્ત નિવેદન
3. સાયબર અને સાયબર એનેબલ્ડ ક્રિટિકલ ટેક્નોલોજી સહયોગ અને સમજુતી
4. માઇનિંગ, ક્રિકિટલ મિનરલ્સની પ્રોસેસિંગનાં ફિલ્ડમાં સહયોગનો કરાર
5. મ્યૂચ્યૂઅલ લોજિસ્ટિક સપોર્ટની વ્યવસ્થા અંગેના દસ્તાવેજો સાઇન
6. ડિફેન્સ સાયન્સ અને ટેક્નોલોજીમાં સહયોગ માટે દસ્તાવેજો સાઇન
7. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ રિફોર્મનાં ક્ષેત્રમાં સહયોગ માટે સમજુતી
8. વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગમાં સહયોક માટે કરાર
9. વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટે સમજુતી

ગર્ભવતી હાથણીના મોત પર Kerala CMનું આવ્યું નિવેદન, કહ્યું- તપાસમાં 3 સંદિગ્ધો પર નજર

મોદીએ મોરિસનને ભારત આવવાનું આમંત્રણ
મોદીએ કહ્યું કે, અમે પર્સનલી નથી મળી શક્યાં તેનો અફસોસ છે. સ્થિતી સુધર્યા બાદ તમે પરિવારની સાથે ભારત આવવાનું આયોજન બનાવો. ગત્ત થોડા વર્ષોમાં આપણો તાલમેલ સારો રહ્યો છે. આ ખુશીની વાત છે અને આપણા સંબંધોની બાગડોર તમારા જેવા મજબુત અને દુરદર્શી નેતાઓનાં હાથમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube