7th Pay Commission: મોટા સમાચાર, આ કર્મચારીઓએ મોંઘવારી ભથ્થાના વધારા માટે જોવી પડશે રાહ, મંત્રાલય અલગથી ઓર્ડર બહાર પાડશે
7th Pay Commission Latest News: દોઢ વર્ષના લાંબા ઈન્તેજાર બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કર્યો છે. પરંતુ બે વિભાગ માટે હજુ પણ ઈન્તેજાર ઓછો થયો નથી.
Trending Photos
નવી દિલ્હી: 7th Pay Commission Latest News: દોઢ વર્ષના લાંબા ઈન્તેજાર બાદ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કર્યો છે. પરંતુ બે વિભાગ માટે હજુ પણ ઈન્તેજાર ઓછો થયો નથી. રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મીઓએ હજુ મોંઘવારી ભથ્થા માટે રાહ જોવી પડશે. ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું કે આ ઓર્ડર રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ પર લાગૂ થશે નહીં. આ માટે સંબંધિત મિનિસ્ટ્રી તરફથી અલગ ઓર્ડર બહાર પાડવામાં આવશે.
બે વિભાગના કર્મીઓ રાહ જોવી પડશે
રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મીઓના DA માં વૃદ્ધિનો ઓર્ડર રેલવે અને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવેલો ઓર્ડર ડિફેન્સ સર્વિસિઝ એસ્ટિમેટથી ચૂકવણી મેળવનારા અસૈન્ય કર્મચારીઓ ઉપર પણ લાગૂ થશે.
શું કહ્યું મંત્રાલયે?
નાણા મંત્રાલયે પોતાના એક આદેશમાં કહ્યું કે ડિફેન્સ સર્વિસિઝ એસ્ટિમેટથી જે અસૈન્ય કર્મચારીઓને ચૂકવણી કરવામાં આવે છે તેમના માટે ફાઈનાન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવેલો ઓર્ડર લાગૂ થશે. જો કે રેલવે કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મીઓ માટે અલગ ઓર્ડર રેલવે અને ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી બહાર પાડવામાં આવશે.
28 ટકા વધારાના આદેશ
નોંધનીય છે કે નાણા મંત્રાલયે 1 જુલાઈ 2021થી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ માટે 28 ટકા મોંઘવારી ભથ્થા (DA)ની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી ડીએ 17 ટકાના દરથી અપાતું હતું પરંતુ હવે વધારા બાદ તે 28 ટકા થયો છે.
HRA પણ વધ્યું
કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કર્યું છે. આ જાહેરાત બાદ કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ અલાઉન્ટ પણ વધારીને 27 ટકા સુધી કર્યું છે. વાત જાણે એમ છે કે ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરે 7 જુલાઈ 2017ના રોજ એક આદેશ બહાર પાડ્યો હતો જેમાં કહેવાયું હતું કે જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ થશે તો હાઉસ HRA પણ રિવાઈઝ કરવામાં આવશે. 1 જુલાઈથી ડિયરનેસ અલાઉન્સ વધારીને 28 ટકા કરવામાં આવ્યું છે. આથી HRA પણ રિવાઈઝ કરવું જરૂરી છે.
શહેર પ્રમાણે અલગ અલગ હોય છે HRA
નાણા મંત્રાલયના આદેશ મુજબ કેન્દ્રીય કર્મચારીઓને તેમના શહેરના આધારે HRA મળશે. શહેરોને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે. X, Y અને Z. રિવિઝન બાદ X કેટેગરીના શહેરો માટે HRA બેઝિક પેના 27 ટકા રહેશે. એ જ રીતે Y કેટેગરીના શહેરો માટે HRA બેઝિક પેના 18 ટકા રહેશે જ્યારે Z કેટેગરીના શહેરો માટે આ બેઝિક પે ના 9 ટકા રહેશે.
DA 50 ટકા ઉપર તો આટલું થશે HRA
જો કોઈ શહેરની વસ્તી 5 લાખને પાર કરી જાય તો તે Z કેટેગરીમાંથી Y કેટેગરીમાં અપગ્રેડ થઈ જાય છે. એટલે કે ત્યાં 9 ટકાની જગ્યાએ 18 ટકા HRA મળશે. જે શહેરની વસ્તી 60 લાખથી વધુ થાય તે X કેટેગરીમાં આવે છે. ત્રણેય કેટેગરી માટે ન્યૂનતમ હાઉસ રેન્ટ અલાઉન્સ 5400, 3600 અને 1800 રૂપિયા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડેચરના જણાવ્યાં મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50 ટકા ઉપર જશે ત્યારે HRA X, Y અને Z શહેરો માટે 30 ટકા, 20 ટકા અને 10 ટકા કરી નાખવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે