રાજસ્થાન: મોડી રાતે 87 જજોની બદલી, સલમાનને સજા કરનાર જજની પણ થઈ ટ્રાન્સફર
રાજસ્થાનમાં મોડી રાતે 87 જિલ્લા જજોની બદલી કરી નાખવામાં આવી છે. આ જજોમાં જોધપુરની કોર્ટના એ જજ પણ સામેલ છે જેમણે સલમાનને કાળિયારના શિકાર મામલે 5 વર્ષની જેલની સજા કરી છે.
- 1988માં સલમાન ખાને કર્યો હતો કાળિયારનો શિકાર
- શિકાર કરતા ગ્રામિણે જોયો હતો સલમાનને
- છેલ્લા 20 વર્ષથી જોધપુર કોર્ટમાં ચાલી રહ્યો હતો કેસ
Trending Photos
જયપુર: રાજસ્થાનમાં મોડી રાતે 87 જિલ્લા જજોની બદલી કરી નાખવામાં આવી છે. આ જજોમાં જોધપુરની કોર્ટના એ જજ પણ સામેલ છે જેમણે સલમાનને કાળિયારના શિકાર મામલે 5 વર્ષની જેલની સજા કરી છે. સલમાને જામીન માટે સેશન કોર્ટમાં અપીલ પણ કરી છે. જેના પર આજે ચુકાદો આવશે. જો કે જજોની બદલથી તેની જામીન અરજી પર આવનારા ચુકાદા પર અટકળો શરૂ થઈ ગઈ છે.
5 વર્ષની જેલની સજા
અત્રે જણાવવાનું કે જોધપુર કોર્ટે ગુરુવારે દબંગ સલમાન ખાનને 20 વર્ષ પહેલાના એક કેસમાં 5 વર્ષની જેલની સજા અને 10000 રૂપિયા દંડ કર્યો છે. કોર્ટે સલમાન ખાન સાથેના અન્ય આરોપીઓ તબ્બુ, સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને નીલમને નિર્દોષ છોડી મૂક્યા છે. સજા વિરુદ્ધ સલમાને સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેના પર જજ રવિન્દ્રકુમાર જોશી સુનાવણી કરી રહ્યાં હતાં. પરંતુ હવે આ જજની બદલી થઈ ગઈ છે. રવિન્દ્રકુમારની જગ્યાએ હવે ચંદ્રકુમાર સોંગરા સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે.
શુક્રવારે સલમાનની જામીન અરજી અને સજા રદને લઈને સુનાવમી થઈ હતી. જેમાં પહેલા બંને પક્ષોએ સજાને રદ કરવા પર ચર્ચા કરી અને ત્યારબાદ જામીન અરજી પર દલીલો થઈ. ત્યારબાદ કોર્ટે બંને કેસોમાં ચુકાદા માટે શનિવાર નક્કી કર્યો.
સૈફ, તબ્બુ, નીલમ, સોનાલીને મળ્યા જામીન
કાળિયારશિકાર મામલે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે તથા જોધપુર વાસી દુષ્યંત સિંહ પર આરોપ લાગ્યા હતાં. આ મામલે કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે અન્ય લોકો સામે કોઈ પુરાવા નથી માટે તેને જામીન આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે