પોતાની જાતને દાદા ગણાવી ગંદી હરકત કરનાર ટપોરી આખરે પોલીસના હાથે ઝડપાયો

ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એક યુવતીને તેના વિસ્તારમાં ટપોરીઓ બેફામ બન્યા છે. આ ટપોરીઓની હિંમત એટલી વધી ગઇ છે કે તેના ઘરે પહોંચીને નિર્વસ્ત્ર થઇ ગયો હતો. જો કે યુવતીની માતાએ વીડિયો ઉતારીને ટપોરીને પાઠ ભણાવવા માટે ફરિયાદ દાખલ કરાવી છે. મેઘાણીનગર વિસ્તારમાં એક યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. યુવતી રોજ પોતાના ઘરેથી નિકળે ત્યારે આ વિસ્તારનો એક ટપોરી તેની પાસે આવીને ખુબ જ ગંદી ભાષામાં અશ્લીલ ટીપ્પણીઓ કરતા હતા. કંટાળેલી યુવતીએ વાત પોતાના માતા-પિતાને કરી હતી. 

પોતાની જાતને દાદા ગણાવી ગંદી હરકત કરનાર ટપોરી આખરે પોલીસના હાથે ઝડપાયો

અમદાવાદ : ગુજરાતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એક યુવતીને તેના વિસ્તારમાં ટપોરીઓ બેફામ બન્યા છે. આ ટપોરીઓની હિંમત એટલી વધી ગઇ છે કે તેના ઘરે પહોંચીને નિર્વસ્ત્ર થઇ ગયો હતો. જો કે યુવતીની માતાએ વીડિયો ઉતારીને ટપોરીને પાઠ ભણાવવા માટે ફરિયાદ દાખલ કરાવી છે. મેઘાણીનગર વિસ્તારમાં એક યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. યુવતી રોજ પોતાના ઘરેથી નિકળે ત્યારે આ વિસ્તારનો એક ટપોરી તેની પાસે આવીને ખુબ જ ગંદી ભાષામાં અશ્લીલ ટીપ્પણીઓ કરતા હતા. કંટાળેલી યુવતીએ વાત પોતાના માતા-પિતાને કરી હતી. 

જો કે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ દાખલ કરાયા બાદ પોલીસે ગણત્રીની કલાકોમાં પોતાની જાતને દાદા ગણાવનારા બોબી નાડિયા નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. ગણતરીના કલાકોમાં ઝડપાયેલા આરોપીને પોલીસે કાયદાના પાઠ ભણાવવાની સાથે સાથે પોલીસના કેટલાક ખાસ પાઠ પણ ભણાવ્યા હતા. હાલ તો મેઘાણીનગર પોલીસે આરોપીને ઝડપીને અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

લાંબા સમયથી માતા-પિતા પોતાની આબરૂ સમાજમાં ન જાય તે માટે જેમ તેમ કરીને ટપોરીની હરકતો સહન કરતા હતા. જો કે તેના કારણે ટપોરીની હિંમતમાં વધારો થઇ ગયો હતો. 2 માર્ચે નિશા પોતાના ઘરે હતી ત્યારે બોબી નાડિયા નામનો લુખ્ખો ત્યાં આવી પહોંચ્યો હતો. યુવતીને સંબોધીને જોર જોરથી ગાળો ભાંડવા લાગ્યો હતો. તેની માતાએ ઘરના દરવાજા બંધ કરી દેતા તે બહાર અપશબ્દો બોલતો રહ્યો હતો. દરવાજા પર દંડા મારવા લાગ્યો હતો. 

યુવતીની માતાએ વીડિયો ઉતારવાનું શરૂ કરતા યુવકે કહ્યું હતું કે પોલીસ તો શું કોઇ મારૂ કંઇ પણ બગાડી શકે તેમ નથી. તારાથી થાય તે કરી લે. ટપોરી કપડા ઉતારીને નગ્ન થઇ ગયો હતો. પોતાના ગુપ્તાંગ દેખાડીને તેની માતા સાથે પણ અભદ્ર વર્તન શરૂ કર્યું હતું. ત્યાર બાદ જતો રહ્યો હતો. હાલ તો યુવતીની માતાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસ હવે કાર્યવાહી કરે છે કે હંમેશાથી પોતાની આદતની જેમ મોટો ગુનો બની જાય ત્યાં સુધી રાહ જુએ છે તે જોવું રહ્યું. જો ઉદાહરણીય કાર્યવાહી કરશે તો આવા ટપોરીઓની ફરી આવી હરકત કરવાની હિંમત નહી થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news