મોબાઇલ સિમ માટે આધાર જરૂરી છે કે નહીં? સરકારના લેટેસ્ટ નિર્દેશે કરી સ્પષ્ટતા
આધારકાર્ડને કારણે માત્ર સ્થાનિકો જ નહીં પણ ભારત આવતા વિદેશીઓને પણ મુશ્કેલી પડી છે
Trending Photos
નવી દિલ્હી : હવે મોબાઇલ સિમ લેવા માટે આધારકાર્ડની જરૂર નહીં પડે. સરકારે મોબાઇલ ઓપરેટર્સને નિર્દેશ જાહેર કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ તેમજ વોટર આઇડી જેવા બીજા ઓળખપત્રોને પણ સ્વીકારવાની સૂચના આપી છે. ટેલિકોમ સચિવ અરૂણ સુંદરાજને જણાવ્યું છે કે ''વપરાશકારોને સમસ્યા ન નડે એટલે આ નિર્ણય તાત્કાલિક રીતે અમલમાં મૂકી દેવા માટે જણાવવામાં આવ્યું છે. અમે ઓપરેટર્સને કેવાયસીના નિયમોનું પાલન કરવા માટે જણાવ્યું છે.''
27 એપ્રિલે ટીઓઆઇમાં આવેલા રિપોર્ટ પ્રમાણે જે લોકો પાસે આધાર નહીં હોય તેમને હવે સિમ કાર્ડ નહીં મળે એવી માહિતી આપવામાં આવી હતી પણ હવે એનું સ્પષ્ટીકરણ થઈ ગયુ છે. સુપ્રીમ કોર્ટે તો પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી કોર્ટ આ મામલે કોઈ અંતિમ નિર્ણય નહીં લઈ લે ત્યાં સુધી સિમ કાર્ડ લેવા માટે આધારકાર્ડ ફરજિયાત નથી.
આધારકાર્ડને કારણે માત્ર સ્થાનિકો જ નહીં પણ ભારત આવતા વિદેશીઓને પણ મુશ્કેલી પડી છે કારણ કે મોટાભાગના લોકો પાસે આધારકાર્ડ નથી હોતું. મોબાઇલ ઓપરેટર્સને આ મામલે કોઈ ટિપ્પણી નથી કરી પણ મળતી માહિતી પ્રમાણે સરકાર સમગ્ર મામલાને ભારે ગંભીરતાપૂર્વક લઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે