દિલ્હી હાઈકોર્ટમાંથી આપે પરત ખેંચી અરજી, 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ થવાનો મામલો

 દિલ્હી હાઈકોર્ટમાંથી આપે પરત ખેંચી અરજી, 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ થવાનો મામલો

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી હાઈકોર્ટમાંથી પોતાની અરજી પરત ખેંચી લીધી છે. જેમાં રાષ્ટ્રપતિએ 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ પહેલા હાઈકોર્ટે શુક્રવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને રાહત આપવા માટે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. હાઈકોર્ટે ચૂંટણીપંચને તેને 22 જાન્યુઆરી સુધી જાણ કરવાનું કહ્યું કે શું ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર મોકલવામાં આવ્યો છે. આ આદેશ ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે ચૂંટણીપંચના વકીલને આ ઘટનાની જાણકારી ન હતી. ઉલ્લેખનીય છે કે આપના 20 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની ભલામણને 21 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ મહોર લગાવી દીધી હતી, ત્યારબાદ કાયદા  મંત્રાલયે તેની સુચના જાહેર કરી હતી. 

ચૂંટણીપંચે કરી હતી ભલામણ 

ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને 20 ધારાસભ્યોને કથિત રીતે લાભના પદ પર રહેવાને લઈને તેઓને અયોગ્ય ઠેરવવાની ભલામણ કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલેલી ભલામણમાં પંચે કહ્યું કે સંસદીય સચિવ હોવાને નાતે આ ધારાસભ્યોએ લાભનું પદ રાખ્યું અને તે દિલ્હી વિધાનસભાના ધારાસભ્ય પદેથી અયોગ્ય જાહેર કરવા માટે યોગ્ય છે. આપના 21 ધારાસભ્યો વિરુદ્ધ ચૂંટણીપંચમાં પ્રશાંત પટેલ નામના એક વ્યક્તિએ અરજી કરી હતી. આ ધારાસભ્યોને દિલ્હીમાં આપ સરકારે સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. જેમાંથી એક ધારાસભ્યએ રાજીનામું આપી દેતા 20 સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કેમ રદ થઈ સદસ્યતા 

લાભના પદ મામલામાં રવિવારે કેન્દ્રીય કાયદા મંત્રાલયે આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોનું સભ્ય પદ રદ થવાનું નોટિફિકેશન જારી કરી દીધું છે. ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી કે આપના 21 ધારાસભ્યોએ 13 માર્ચ 2015 થી 8 સપ્ટેબર 2016 સુધી લાભનું પદ રાખ્યું હતું. આપ પાર્ટીએ પોતાના 21 ધારાસભ્યોને વિભિન્ન મંત્રાલયોમાં સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. આ 21માંથી એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. તેથી ચૂંટણીપંચનો નિર્ણય 20 ધારાસભ્યો પર લાગુ પડે છે.  

આ ધારાસભ્યો અયોગ્ય જાહેર થયા હતા 

- શરદ કુમાર (નરેલા વિધાનસભા)
- સોમદત્ત (સદર બજાર)
- આદર્શ શાસ્ત્રી (દ્વારકા)
- અવતાર સિંહ (કાલકાજી)
- નિતિન ત્યાગી (લક્ષ્મી)
- અનિલ કુમાર વાજપેયી (ગાંધી નગર)
- મદન લાલ (કસ્તુરબા નગર)
-વિજેન્દ્ર ગર્ગ વિજય (રાજેન્દ્ર નગર)
- શિવચરણ ગોયલ (મોતી નગર)
- સંજીવ ઝા (બુરાડી)
- કૈલાશ ગહલોત ( નજફગઢ)
- સરિતા સિંહ (રોહતાશ નગર)
- અલકા લાંબા (ચાંદની ચોક)
- નરેશ યાદવ (મહરોલી)
-મનોજ કુમાર (કૌંડલી)
- રાજેશ ગુપ્તા (વજીરપુર)
- રાજેશ રૂષી (જનકપુરી)
- સુખબીર સિંહ દલાલ (મુંડકા)
- જરનૈલ સિંહ ( તિલકનગર)
- પ્રવીણ કુમાર (જંગપુરા )

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news