અગ્નિવીરો માટે સરકારે કરી મોટી જાહેરાત, રક્ષા મંત્રાલયમાં નોકરી માટે મળશે 10 ટકા અનામત

અગ્નિપથ યોજનાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરતાં રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને રક્ષા મંત્રાલયમાં નોકરી માટે 10 ટકા અનામત મળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને પોતાની મંજૂરી આપી દીધી છે.

અગ્નિવીરો માટે સરકારે કરી મોટી જાહેરાત, રક્ષા મંત્રાલયમાં નોકરી માટે મળશે 10 ટકા અનામત

Agnipath scheme: અગ્નિપથ યોજનાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરતાં રક્ષા મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને રક્ષા મંત્રાલયમાં નોકરી માટે 10 ટકા અનામત મળશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને પોતાની મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રાલય દ્રારા કહેવામાં આવ્યું છે કે 10 ટકા અનામત ભારતીય તટરક્ષક બળ અને રક્ષા નાગરિક પદો અને તમામ 16 રક્ષા સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોમાં લાગૂ કરવામાં આવશે. આ અનામત ભૂતપૂર્વ સૈનિકો માટે હાલના અનામતના ઉપરાંત હશે. 

આ જોગવાઇઓને લાગૂ કરવા માટે પ્રાસંગિક ભરતી નિયમોમાં જરૂરી સંશોધન કરવામાં આવશે. રક્ષા સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમોને સલાહ આપવામાં આવશે કે તે સંબંધિત ભરતી નિયમોમાં સમાન સંશોધન કરે. જરૂરી ઉંમરમાં છૂટછાટની જોગવાઇ પણ કરવામાં આવશે. રક્ષા મંત્રાલયમાં 10 ટકા નોકરીની ખાલી જગ્યાઓને અગ્નિવીરો માટે અનામત કરવામાં આવશે, જે અપેક્ષિત પાત્રતા માપદંડ પુરા કરે છે. 

વિરોધ વચ્ચે રક્ષા મંત્રીએ લીધી બેઠક
તમને જણાવી દઇએ કે દેશભરમાં અગ્નિપથ યોજનાને લઇને થઇ રહેલા પ્રદર્શન વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક મહત્વપૂર્ણ બેઠક કરી. જેમાં રક્ષા મંત્રીએ સેનાના પ્રમુખો સાથે અગ્નિપથ સ્કીમને લઇને ચર્ચા કરી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રક્ષા મંત્રાલયની સિવિલ નોકરીઓમાં અગ્નીવીરોને 10 ટકા અનામત મળશે. કોસ્ટગાર્ડ અને ડિફેન્સ પીએસયૂમાં પણ 10 ટકા કોટા આપવામાં આવશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જરૂરી માપદંડોને પૂરા કરનાર અગ્નિવીરો માટે રક્ષા મંત્રાલયમાં નોકરીની ખાલી જગ્યાઓ માટે 10 ટકા અનામત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 

ગૃહ મંત્રાલયે પણ કરી હતી જાહેરાત
આ પહેલાં ગૃહ મંત્રાલય તરફથી અગ્નિવીરોને CAPF અને અસમ રાઇફલ્સમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક ટ્વીટ કરી કહેવામાં આવ્યું કે ગૃહ મંત્રાલયે CAPF અને અસમ રાઇફલ્સમાં થનાર ભરતીઓમાં અગ્નિપથ યોજનાના અંતગર્ત 4 વર્ષ પુરા કરનાર અગ્નિવીરો માટે 10 ટકા ખાલી પદને અનામત કરવાનો નિર્ણય લીધો. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે CAPF અને અસમ રાઇફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત અધિકતમ પ્રવેશ આયુ સીમામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો અને અગ્નિપથ યોજના પહેલાં બેચ માટે આ છૂટ 5 વર્ષ કરવાની જાહેરાત કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news