indian coast guard

ગુજરાત બોર્ડર બની ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ, પાકિસ્તાની બાદ હવે ઈરાની માછીમારો હેરોઈન સાથે આવ્યા

ભારતીય જળ સીમામાં હેરોઈન લઈને ઘૂસી આવેલા ઈરાની (Iran) માછીમારોને પકડવામાં ભારતીય તટરક્ષક દળને મોટી સફળતા મળી છે. ATS અને ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું, જેમાં ગઈકાલે મોડી રાત્રે 7 ઈરાની માછીમારો હેરોઈનના જથ્થા સાથે પકડાયા છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પહેલા જ મુન્દ્રા પોર્ટ પર ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમ દ્વારા ઈરાનથી આવેલો 2800 કિલો હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત 8500 કરોડ હોવાનું કહેવાય છે. 

Sep 19, 2021, 10:36 AM IST

ગુજરાતની સરહદમાં ઘૂસ્યા 12 પાકિસ્તાની, દરિયા વચ્ચે ઈન્ડિયન કોસ્ટગાર્ડે તમામને પકડી લીધા

ભારતીય તટરક્ષક દળ (Indian Coast Guard) ના જહાજ ‘રાજરતન’ દ્વારા 14 સપ્ટેમ્બર 2021ના રોજ સર્વેલન્સ મિશન દરમિયાન ભારતીય જળ સીમામાં ફરી રહેલી ‘અલ્લાહ પાવાવકલ’ નામની પાકિસ્તાની માછીમારી બોટ (Pakistani Boat) પકડી લીધી હતી. આ હોડીમાં 12 ક્રૂ સભ્યો સવાર હતા, જેઓ પાકિસ્તાની હતા.

Sep 16, 2021, 07:53 AM IST

175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો

કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસ (guarat ATS) ને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ (drugs) મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.

Jul 29, 2021, 11:11 AM IST

Cyclone ‘Yaas’: આજે ચક્રવાતી વાવાઝોડામાં બદલાઇ શકે છે 'યાસ', એલર્ટ પર Navy અને કોસ્ટ ગાર્ડ

ભારતીય હવામાન વિભાગ (IMD) ના 26 મેના યાસ વાવાઝોડા (Cyclone ‘Yaas’) ના ઓડિશા-પશ્વિમ બંગાળના તટીય જિલ્લાઓને સતર્ક કરી દીધા છે. રાજ્ય સરકારની આશંકાઓને વ્યક્ત કરતાં ઓડિશા સરકાર (Odisha Government) એ 30 માહિતી 14 જિલ્લાઓને સતર્ક કરી દીધા છે.

May 22, 2021, 09:22 AM IST

Cyclone Tauktae માં Barge P-305થી ગૂમ થયેલા 36 લોકોની શોધ ચાલુ, અત્યાર સુધીમાં 37 મૃતદેહ મળ્યા

વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવી ગયેલા જહાજ Barge P-305 પરથી અત્યાર સુધીમાં 37 મૃતદેહ મળી આવ્યા છે.

May 20, 2021, 10:38 AM IST

કચ્છના સમુદ્રમાં 8 પાકિસ્તાની 30 કિલો હેરોઈન સાથે પકડાયા

એક સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે પાકિસ્તાનના 8 નાગરિકો કચ્છના જખૌ બંદર પાસેથી 30 કિલો હેરોઈન સાથે પકડાયા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ સફળતા મેળવી છે. 

Apr 15, 2021, 08:58 AM IST
Alerts On The Coast Of South Gujarat And Saurashtra PT6M8S

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારે એલર્ટ, દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે.

Nov 4, 2019, 12:20 PM IST
7 Ships, 2 Aircraft Deployed On Coast Of Gujarat PT3M27S

‘મહા’ વાવાઝોડું: ગુજરાતના દરિયા કિનારે 7 જહાજ, 2 વિમાન કરાયા તૈનાત

ગુજરાત પર ‘મહા’ વાવાઝોડાનો ખતરો યથાવત્ છે. જેને લઇને મહા વાવાઝોડાના પગલે માછીમારોને ચેતવણી અપાઈ છે. ગુજરાતના દરિયા કિનારે 7 જહાજ, 2 વિમાન તેમજ ઈન્ડિયન કોસ્ટગાર્ડ હાઈ અલર્ટ પર મુકવામાં આવી છે.

Nov 4, 2019, 12:15 PM IST

VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ 

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીમાં કાર્યરત એક શિપ પર સોમવારે અચાનક આગ લાગી ગઈ. થોડીવારમાં આગની જ્વાળાઓએ સમગ્ર શિપને પોતાની ચપેટમાં લઈ લીધુ. જે સમયે શિપ પર આગ લાગી તે સમયે શિપ પર 29 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. આગ લાગ્યા બાદ તમામે ઊંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. ઘટના સ્થળે પહોંચેલા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 29 લોકોને બચાવી લીધા. જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. તેની શોધ ચાલુ છે. આગની ઘટના સવારે 11.30 કલાકની છે. 

Aug 12, 2019, 03:10 PM IST

ઇન્ટનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડે: યૂથને જાગૃત કરવા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરમાં રેલી

આજે વિશ્વ ડ્રગ્સ દિવસને લઇને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતા આવે તે માટે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રિસ્ટ્રિક્ટ કોસ્ટગાર્ડ હેડક્વાર્ટરથી લઇને પોરબંદરની ચોપાટી સુધી યોજાયેલ રેલીને કોસ્ટગાર્ડ ડીઆઇજી દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

Jun 26, 2019, 08:22 AM IST

VIDEO: ગોવાના બીચમાં યુવકને 4 કિમી સુધી ખેંચી ગઈ લહેરો, કોસ્ટગાર્ડે એરલીફ્ટ કરી બચાવ્યો

યુવકને એરલીફ્ટ કરીને બચાવી લીધા પછી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેની હાલત સ્થિર છે 
 

Jun 14, 2019, 10:23 AM IST

કોસ્ટગાર્ડની દરિયા વચ્ચે કાર્યવાહી, બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો

ગીર સોમનાથમાં દરિયામાંથી ત્રણ શંકાસ્પદ જહાજ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય જહાજ ઈરાનનાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ એક જહાજે જળ સમાધિ લઇ લીધી છે. જ્યારે અન્ય જહાજને કોડીનારની અંબુજા જેટી પર લાવવામાં આવ્યા છે.

Jun 8, 2019, 04:08 PM IST

ડ્રગ્સના 135 પેકેટ શોધવા માટે BSFએ કચ્છનો દરિયો ખૂંદવાનું શરૂ કર્યું

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયામાંથી સતત ડ્રગ્સના પેકેટ મળી રહ્યા હતા, જેને પગલે ડ્રગ્સના સવાસો પેકેટને શોધવા માટે કચ્છનાં દરિયાઇ વિસ્તારમાં મોટુ સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જે ડ્રગ્સ માટેની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હોવાનું માનવામાં આવે છે. 

Jun 2, 2019, 03:44 PM IST