Agnipath Scheme Protest: 'અગ્નિપથ' વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શન પર બોલ્યા રેલવે મંત્રી, ટ્રેનોને નુકસાન ન કરો
ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજના અંગે બિહારમાં ઉકળતો ચરું છે. યુવાઓનો આક્રોશ સતત વધી રહ્યો છે. આજે દેખાવકારોએ જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓ બાળી મૂકી. આગચંપીમાં ટ્રેનની બે બોગીઓ બળીને ખાખ થઈ ગઈ છે.
Trending Photos
Bihar Agnipath Scheme Protest: ભારતીય સેનામાં ભરતીની નવી યોજના એટલે કે અગ્નિપથ યોજનાના વિરોધમાં ટ્રેનોને નુકસાન પહોંચાડવા સાથે શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે રાજનેતાઓના ઘરના ઉંબરા સુધી પહોંચી ગયું છે. સેના ભરતી યોજનાના વિરોધના નામે થઈ રહેલા આંદોલનમાં નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં પથ્થરમારો અને આગચંપી ઉપરાંત લોકોની લૂટફાટ પણ થઈ રહી છે.
સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ
આઈસા-ઈનૌસ, રોજગાર સંઘર્ષ સંયુક્ત મોરચા, અને સેના ભરતી જવાન મોરચાએ 18 જૂનના રોજ બિહાર બંધનું આહ્વાન કર્યું છે. આ સંગઠનોએ મોદી સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. સંગઠનોએ સરકારને કહ્યું છે કે જો સરકાર રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત અને યુવાઓની મજાક ઉડાવતી આ યોજનાને પાછી નહીં લે તો 18મીના રોજ બિહાર બંધ અને પછી ભારત બંધ તરફ આગળ વધીશું. એવા પણ સમાચાર છે કે બિહારમાં મુખ્ય વિપક્ષી પાર્ટી આરજેડીએ પણ બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
સેના ભરતી જવાન મોરચાના સંયોજક, રાજૂ યાદવ, ઈનૌસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અગિયાંવના વિધાયક મનોજ મંજિલ, આઈસા મહાસચિવ અને પાલીગંજના ધારાસભ્ય સંદીપ સૌરભ, વિધાયક અજીત કુશવાહા, અફતાબ આલામ, સબીર કુમાર અને વિકાસ યાદવે સંયુક્ત નિવેદન બહાર પાડીને આ વાત કરી છે. આ નેતાઓએ કહ્યું કે આ યોજના યુવાઓ સાથે ક્રૂર મજાક છે. આ સાથે જ તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત પણ છે. આ નેતાઓએ માંગણી કરી છે કે કૃષિ કાયદાની જેમ જ આ યોજનાને પણ સમય બગાડ્યા વગર રદ કરવામાં આે અને કોઈ પણ વિલંબ કર્યા વગર સશસ્ત્ર દળોમાં નિયમિત ભરતીની પ્રક્રિયા બહાલ કરવામાં આવે.
અગ્નિપથ યોજના પર ભૂપેશ બઘેલનું નિવેદન
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે અગ્નિપથ યોજના વિશે કહ્યું કે 4 વર્ષ બાદ જ્યારે 22-23 વર્ષના યુવાઓ પોતાના ઘરે પાછા ફરશે અને બેરોજગાર હશે તો શું કરશે? શું આટલા લોકોની પોલીસમાં ભરતી શઈ શકશે? જો ભરતી થઈ ગઈ તો ઠીક અને જેની ન થઈ તેને બંદૂક ચલાવતા તો આવડી જ ગઈ...આ રીતે જો તમે તેમને અડધા પડધા છોડી દશો તો તેઓ ગેંગ બનાવીને અપરાધિક ઘટનાઓમાં પણ સામેલ થઈ શકે છે.
...इस प्रकार आप उन्हें आधा अधूरा छोड़ देंगे तो वे गिरोह बनाकर आपराधिक घटनाओं में भी शामिल हो सकते हैं: छत्तीसगढ़ के मुख्यमंत्री भूपेश बघेल, रायपुर
— ANI_HindiNews (@AHindinews) June 17, 2022
તોડફોડ-આગચંપી કરનારા લોકો સેનામાં જનારા હોઈ શકે નહીં- અનિલ વિજ
હરિયાણામાં પણ અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું કે વિરોધ પ્રદર્શન કરવું એ દરેક વ્યક્તિનો હક છે, પરંતુ તોડફોડ કરનારાઓ, આગચંપી કરનારા લોકો સેનામાં જનારા હોઈ શકે નહીં, સેનામાં તો અનુશાસિત લોકો જાય છે. આપણા દેશમાં કેટલાક એવા તત્વો છે જે દરેક વખતે આવી કોઈ તકની શોધમાં હોય છે કે કઈ રીતે દેશની શાંતિ ભંગ થઈ શકે. કોઈ પણ સંજોગોમાં તે સહન કરાશે નહીં. તોડફોડ કરનારા લોકોને છોડવામાં નહીં આવે. આગચંપી અને તોડફોડમાં સામેલ લોકોની સૂચિ તૈયાર થઈ રહી છે.
અલીગઢમાં જત્તારી પોલીસ સ્ટેશન બાળ્યું
પ્રદર્શનકારીઓએ ઉત્તર પ્રદેશના અલીગઢમાં જત્તારી પોલીસ સ્ટેશનમાં આગચંપી કરી. પોલીસ વાહનો પણ બાળી મૂક્યા.
#WATCH Jattari Police Station building and a police vehicle were set ablaze by protesters in Aligarh#AgnipathProtests pic.twitter.com/WFPI7CVQuE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 17, 2022
રેલવે મંત્રીની અપીલ
અગ્નિપથ યોજના સામે દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શન પર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મોટું નિવેદન આપ્યું. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ટ્રેનોને નુકસાન ન પહોંચાડે.
I appeal to the youth to not indulge in violent protests and not damage the property of the Railways: Union Railways Minister Ashwini Vaishnaw on #AgnipathProtests pic.twitter.com/pNZ7MTwEPg
— ANI (@ANI) June 17, 2022
તેલંગણામાં ફાયરિંગ, એકનું મોત
અગ્નિપથ યોજના વિરુદ્ધ ચાલી રહેલું વિરોધ પ્રદર્શન હવે ઉગ્ર બની રહ્યું છે. બિહારથી લઈને તેલંગણા સુધી લોકો વિરોધ કરી રહ્યા છે. સિકંદરાબાદમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
જેપી નડ્ડાનું નિવેદન
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ અગ્નિપથ યોજના વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને આ યોજના માટે વધારવામાં આવેલી ઉંમર મર્યાદાની પહેલનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ અગ્નિપથ યોજના હેઠળ ભાગ લેનારા યુવાઓની ઉંમરમર્યાદા 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરી. આ નિર્ણય સાબિત કરે છે કે પ્રધાનમંત્રીજી દેશના યુવાઓની ચિંતાથી સારી પેઠે માહિતગાર છે.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी ने 'अग्निपथ योजना' के अंर्तगत भाग लेने वाले युवाओं की आयुसीमा को अब 21 वर्ष से बढ़ाकर 23 वर्ष करने का निर्णय लिया है।
यह फैसला साबित करता है कि प्रधानमंत्री जी देश के युवाओं की चिंता से अच्छी तरह अवगत हैं।
— Jagat Prakash Nadda (@JPNadda) June 17, 2022
દાનાપુર સ્ટેશન પર આગ લગાડી
પટણાના દાનાપુર જંક્શન રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ ફરક્કા એક્સપ્રેસમાં આગ લગાવી છે. ટ્રેન સ્ટેશન પર ઊભી હતી. પ્રદર્શનકારીઓએ આખી ટ્રેનને આગને હવાલે કરી દીધી.
રાહુલ ગાંધીએ આપ્યું આ નિવેદન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રણેય સેનાઓમાં ભરતીની નવી અગ્નિપથ યોજના અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમને પોતાના મિત્રો સિવાય કઈ સંભળાતું નથી. આ સાથે જ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ યોજનાને પાછી ખેંચવાની માગણી કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે અગ્નિપથ- યુવાઓએ નકારી, કૃષિ કાયદા- ખેડૂતોએ નકાર્યા, નોટંબધી-અર્થશાસ્ત્રીઓએ નકારી, જીએસટી- વેપારીઓએ નકાર્યું. તેમણે આરોપ લગાવ્યો કે દેશની જનતા શું ઈચ્છે છે તે વાત પ્રધાનમંત્રી સમજતા નથી. કારણ કે તેમને પોતાના 'મિત્રો'ના અવાજ સિવાય કશું સંભળાતું નથી.
अग्निपथ - नौजवानों ने नकारा
कृषि कानून - किसानों ने नकारा
नोटबंदी - अर्थशास्त्रियों ने नकारा
GST - व्यापारियों ने नकारा
देश की जनता क्या चाहती है, ये बात प्रधानमंत्री नहीं समझते क्यूंकि उन्हें अपने ‘मित्रों’ की आवाज़ के अलावा कुछ सुनाई नहीं देता।
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2022
દિલ્હીના ITO પણ પ્રદર્શન
અગ્નિપથ યોજના વિરુદ્ધ હવે દિલ્હીમાં પણ પ્રદર્શન થવા લાગ્યું છે. દિલ્હીના ITO માં પ્રદર્શનકારીઓ હંગામો કરી રહ્યા છે. દિલ્હી પોલીસે અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લીધા છે.
બિહાર ભાજપ અધ્યક્ષના ઘર પર હુમલો
બિહારના બેતિયામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો.સંજય જાયસ્વાલના ઘર પર હુમલો થયો છે. ભાજપ નેતાના ઘર પર ફાયરિંગ પણ થયું છે. પ્રદર્શનકારીઓએ ઘરમાં આગચંપી કરવાની કોશિશ કરી.
બિહારના ડેપ્યુટી સીએમના ઘર પર પથ્થરમારો
યોજનાનો વિરોધ કરી રહેલા દેખાવકારોએ બિહારના ડેપ્યુટી સીએમ રેણુ દેવીના ઘર પર હુમલો કર્યો છે. તેમના પુત્રએ કહ્યું કે બેતિયામાં અમારા ઘર પર હુમલો થયો. હુમલાના કારણે ખુબ નુકસાન થયું. હાલ તેઓ (રેણુ દેવી) પટણામાં છે.
#WATCH | Bihar: The residence of Deputy CM Renu Devi, in Bettiah, attacked by agitators during their protest against #AgnipathScheme
Her son tells ANI, "Our residence in Bettiah was attacked. We suffered a lot of damage. She (Renu Devi) is in Patna." pic.twitter.com/Ow5vhQI5NQ
— ANI (@ANI) June 17, 2022
યુપી સુધી પહોંચી આગ
પૂર્વ ઉત્તર પ્રદેશના બલિયાથી લઈને પશ્ચિમ યુપી સુધી પ્રદર્શન કરવામાં આવ્યું છે. બલિયામાં અગ્નિપથના વિરોધમાં યુવાઓએ મોટાપાયે પ્રદર્શન કર્યું છે. અનેક ટ્રેનોમાં તોડફોડ કરી. સૂત્રોના જણાવ્યાં મુજબ બલિયા રેલવે સ્ટેશન પર ધુલાઈ માટે ઊભેલી એક ટ્રેનમાં યુવકોએ આગચંપી કરી જેના કારણે બોગી ભડભડ સળગવા લાગી. લાકડી ડંડાથી લેસ યુવાઓએ આવીને બબાલ મચાવવાની શરૂ કરી દીધી. જ્યારે પશ્ચિમ યુપીમાં પણ મથુરા અને અન્ય શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું છે.
લખમિનિયા રેલવે સ્ટેશન પર તોડફોડ અને આગચંપી કરી
દેખાવકારોએ લખમિનિયા રેલવે સ્ટેશન ઉપર પણ ઉત્પાત મચાવ્યો અને આગચંપી તથા તોડફોડ કરી. રેલવે ટ્રેક પણ જામ કર્યા.
#WATCH | Bihar: Protesting against #AgnipathRecruitmentScheme, agitators vandalise Lakhminia Railway Station and block railway tracks here. pic.twitter.com/H7BHAm8UIg
— ANI (@ANI) June 17, 2022
બિહારમાં ટ્રેનો બાળી મૂકી
આજે સતત ત્રીજા દિવસે બિહારના અનેક જિલ્લાઓમાં ભારે બબાલ છે. આ અગાઉ ટ્રેનો પર પથ્થરમારો અને આગચંપી કરાઈ. ટ્રેનો રોકીને પણ સતત વિરોધ કરાઈ રહ્યો છે. સમસ્તીપુર અને લખીસરાયમાં ટ્રેનોમાં આગચંપી કરાઈ છે. અનેક ટ્રેનના કોચ ભીડે આગને હવાલે કરી દીધા. જમ્મુતાવી ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનની કેટલીક બોગીઓને દેખાવકારોએ બાળી મૂક્યા. આ ઘટનાક્રમ હાજીપુર બરૌની રેલખંડના મોહિઉદ્દીનનગર સ્ટેશનમાં સામે આવ્યો. બિહાર સંપર્ક એક્સપ્રેસ ટ્રેનમાં પણ આગચંપી કરાઈ. આ ટ્રેન દરભંગાથી નવી દિલ્હી જઈ રહી હતી. જેની ચાર બોગીઓ બાળી મૂકવામાં આવી.
સમસ્તીપુરમાં પણ સેનાની ભરતી માટે કેન્દ્ર દ્વારા લોન્ચ કરાયેલી નવી અગ્નિપથ યોજનાનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. આ બધા વચ્ચે દલસિંહસરાય રેલવે સ્ટેશન પર અવધ આસામ એક્સપ્રેસ ટ્રેનને રોકીને ભીષણ પ્રદર્શન કરાયું છે. આ તમામ આંદોલનકારી વિદ્યાર્થીઓ સરકારની સેના ભરતી માટે લાવવામાં આવેલી નવી અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.
ઝારખંડમાં પણ વિરોધ
રાંચીમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ સેાના ભરતી કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્રદળોમાં ભરતી માટે જાહેર કરાયેલી અગ્નિપથ યોજના વિરુદ્ધ સેનામાં ભરતીની આશા સેવતા યુવાઓએ રાંચીના મેઈન રોડ સ્થિત સેના ભરતી કાર્યાલય સામે પ્રદર્શન કર્યું છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ બબાલ
આ યોજનાના વિરોધમાં મધ્ય પ્રદેશના શહેરોમાં પણ ભારે વિરોધ પ્રદર્શન કરાયું છે. રાજસ્થાનના ભરતપુરમાં આંદોલનકારીઓએ રેલવે ટ્રેક ઉઘાડી નાખ્યા છે.
ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદના ઘર સામે ટ્રાફિક જામ
બિહારના સમસ્તીપુરમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા યુવાઓએ ગુરુવારે મોરવા પ્રખંડમાં હલઈમાં સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના ઘર પાસે ટ્રાફિક જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું.
વિરોધનું કારણ
સેના ભરતી માટે નવા નિયમોનો વિરોધ જતાવનારા યુવાઓની ભીડ સવાર સવારમાં રસ્તાઓ પર ઉતરી રહી છે. રોડ જામ કરતા કેટલાક યુવાઓનું કહેવું છે કે તેમનામાંથી અનેક લોકો બે વર્ષ અગાઉ આયોજિત ભરતી પ્રક્રિયામાં દોડ અને એટલે સુધી કે મેડિકલ તપાસ પણ કરાવી ચૂક્યા છે. ફક્ત પરીક્ષા આપવાની જ બાકી હતી. કોરોનાના નામે અત્યાર સુધી પરીક્ષા ટાળવામાં આવી રહી હતી. પરીક્ષા લેવાની જગ્યાએ ભરતીની નવી પ્રક્રિયાથી આવા વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય અંધકારમાં દેખાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે