શું ભારતમાં ચીનની રહસ્યમય બીમારીએ આપી દસ્તક? એમ્સમાં 7 કેસ મળ્યા? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ
Mycoplasma Pneumonia In India? Fact Check: જો કે હવે લેન્સેટના આ સ્ટડીના આધારે ચલાવવામાં આવેલા રિપોર્ટસ અંગે ભારતના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટીકરણ બહાર પાડ્યું છે.
Trending Photos
ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારી અંગે સમગ્ર દુનિયામાં ચિંતા વધી ગઈ છે. ચીનની હોસ્પિટલોમાં માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાથી પીડિત બાળકો ઉભરાઈ રહ્યા છે. જેને વોકિંગ ન્યૂમોનિયા કે વ્હાઈટ લંગ સિન્ડ્રોમ પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી હતી જેમાં કહેવાયું હતું કે ચીનમાં ફેલાયેલો માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા ભારતમાં પણ અસ્તિત્વમાં છે. હાલમાં જ ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલ લેન્સેટમાં છપાયેલા એક સ્ટડીના હવાલે અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ચાઈનીઝ ન્યૂમોનિયાએ ભારતમાં દસ્તક આપી છે.
આ લેન્સેટના રિપોર્ટમાં તથા એમ્સમાં આ સ્ટડીને કરનારા એક પ્રમુખ ડોક્ટરના હવાલે કહેવાયું હતું કે નવી દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સપ્ટેમ્બર 2022થી લઈને એપ્રિલ 2023 સુધી સાત કેસ વોકિંગ ન્યૂમોનિયા એટલે કે માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના આવ્યા હતા. રિપોર્ટ કહે છે કે આ તમામ આંકડા અલગ અલગ સેમ્પલોની અલગ અલગ તપાસ પ્રક્રિયામાં સામે આવ્યા હતા.
જો કે હવે લેન્સેટના આ સ્ટડીના આધારે ચલાવવામાં આવેલા રિપોર્ટસ અંગે ભારતના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે સ્પષ્ટીકરણ બહાર પાડ્યું છે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે જે પણ મીડિયા રિપોર્ટ્સ આ દાવો કરી રહ્યા છે કે દિલ્હી એમ્સમાં મળેલા બેક્ટેરિયલ કેસિસનું ચીનમાં આવેલા ન્યૂમોનિયા આઉટબ્રેક સાથે કોઈ કનેક્શન છે તે ભ્રામક અને ખોટું છે.
𝐌𝐲𝐭𝐡 𝐯𝐬. 𝐅𝐚𝐜𝐭𝐬
Media reports claiming detection of bacterial cases in AIIMS Delhi linked to the recent surge in Pneumonia cases in China are misleading and inaccurate
Mycoplasma pneumonia is the commonest bacterial cause of community acquired… pic.twitter.com/hsO8c3xNQ6
— Ministry of Health (@MoHFW_INDIA) December 7, 2023
મંત્રાલયનું કહેવું છે કે માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા સમુદાયથી પ્રાપ્ત થારા ન્યૂમોનિયાનું સૌથી કોમન બેક્ટેરિયલ કારણ છે. દિલ્હી એમ્સમાં મળેલા ન્યૂમોનિયાના કેસને ચીનના બાળકોમાં ફેલાયેલા રેસ્પિરેટરી સંક્રમણની લહેર સાથે કોઈ લેવાદેવા નથી.
શું હતું રિપોર્ટમાં?
રિપોર્ટમાં કહેવાયું હુતં કે એમ્સે પીસીઆર અને આઈડીએમ એલિસા નામના બે પરીક્ષણો દ્વારા ચીનમાં બાળકોમાં શ્વાસની બીમારી પેદા કરનારા બેક્ટેરિયા માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના સાત કેસ નોંધ્યા છે. પીસીઆર અને આઈજીએમ એલિસા પરીક્ષણોનો પોઝિટિવ રેટ 3 અન 16 ટકા મળી આવ્યો છે. આ જ કારણ છે કે ચીનથી આવેલા કોરોનાને ઝેલ્યા બાદ ભારતમાં હવે આ બીમારીને લઈને ડરનો માહોલ છે. રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારતમાં માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાની ભાળ મેળવવા માટે સર્વેલાન્સ વધારવાની જરૂર છે. એમ્સ દિલ્હીએ આ વર્ષે એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના સાત કેસની તપાસ કરી છે જે ચીનમાં ફેલાયેલી બીમારીનું કારણ બનેલી છે. લેન્સેટ માઈક્રોબમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે એક કેસની તપાસ ચેપના શરૂઆતના તબક્કામાં કરાયેલા પીસીઆર ટેસ્ટ જ્યારે બાકી છ કેસની ભાળ આઈજીએમ એલિસા પરીક્ષણ દ્વારા મળી હતી.
નોંધનીય છે કે આવું ત્યારે બન્યું છે જ્યારે ચીન અને અનેક યુરોપીયન દેશોમાં વોકિંગ ન્યૂમોનિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. વોકિંગ ન્યૂમોનિયા એક બોલચાલનો શબ્દ છે. જેનો ઉપયોગ ન્યૂમોનિયાના હળવા સ્વરૂપને દર્શાવવા માટે થાય છે. સામાન્ય ન્યૂમોનિયાથી ઉલ્ટું વોકિંગ ન્યૂમોનિયા મોટાભાગે જીવાણુ માઈકોપ્લાઝમા ન્યૂમોનિયાના કારણે થાય છે. ભારતમાં તેના કેસ મળવાના કારણે ચિંતા એટલા માટે પણ વધી છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર 2019માં ચીનથી જ કોવિડની શરૂઆત થઈ હતી જે દુનિયાભરમાં ફેલાયો હતો.
શું છે આ માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા
રહસ્યમયી બીમારીને માઈકોપ્લાઝમા ન્યૂમોનિયા અને ઈન્ફ્લુએન્ઝા ફ્લૂના નામથી ઓળખવામાં આવે છે. આ બીમારીનો સૌથી પહેલો ભોગ બાળકો અને વૃદ્ધો થઈ રહ્યા છે. ન્યૂમોનિયા એક ચેપી બીમારી છે જે એક કે બે ફેફસાના વાયુની થેલીને પસથી ભરીને સોજા લાવી દે છે. જેના કારણે શરદી ઊધરસ અને તાવ આવે છે તથા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ચેપ સૌથી વધુ 5 વર્ષથી નાનીં ઉમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વડીલોમાં ઝડપથી ફેલાતો જોવા મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે