વિનાશ વેરી રહ્યો છે વરસાદ, હિમાચલના 4 જિલ્લામાં આજે 'રેડ એલર્ટ', જાણો આજે કેવું રહેશે હવામાન?

Weather Update Today: આ મહિનાની શરૂઆતમાં કોરા દિવસો પસાર કર્યા બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. આ વરસાદ પહાડોમાં તબાહી મચાવી રહ્યો છે.

વિનાશ વેરી રહ્યો છે વરસાદ, હિમાચલના 4 જિલ્લામાં આજે 'રેડ એલર્ટ', જાણો આજે કેવું રહેશે હવામાન?

Weather Forecast Today: હિમાચલ પ્રદેશમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદને પગલે ભૂસ્ખલનમાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક મકાનોને નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે વરસાદને કારણે 200થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના 12માંથી 4 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

આજે 4 જિલ્લા માટે રેડ એલર્ટ
હવામાન વિભાગે (Weather Forecast Today) કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લાના ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે 24 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં આ મહિનામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં લગભગ 80 લોકોના મોત થયા છે. તો બીજી તરફ રાજ્યમાં 24 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 227 લોકોના મોત થયા છે, જ્યારે 38 લોકો હજુ પણ ગુમ છે.

10 દિવસમાં વરસાદના કારણે 26ના મોત
છેલ્લા દસ દિવસમાં શિમલા જિલ્લામાં વરસાદ (Weather Forecast Today) સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 26 થયો છે. તેમાંથી 17 લોકો સમર હિલ વિસ્તારમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે ફાગલીમાં પાંચ અને કૃષ્ણા નગરમાં બે લોકોના મોત થયા હતા. શિમલા, મંડી અને સોલન જિલ્લામાં બુધવારથી બે દિવસ માટે તમામ શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. સોલન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે.

ફરી સક્રિય થયું ચોમાસું!
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન, ઉત્તર પ્રદેશ અને તમિલનાડુના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ  (Weather Forecast Today) ખાબક્યો હતો. રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. કોંકણ અને ગોવા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.

જાણો આજે કેવું રહેશે હવામાન?
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. ઓડિશા, પૂર્વ મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં એક કે બે જગ્યાએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એજન્સી અનુસાર, આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news