પોતાના ઘરમાં આતંકીઓને આશ્રય આપનાર ડીએસપી બરતરફ, છીનવાઈ શકે છે વીરતા મેડલ

સુરક્ષા એજન્સીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ડીએસપી આતંકીઓને જમ્મૂ લઈ જવા માટે 12 લાખ રૂપિયા લેતો હતો. પદ પરથી બરતરફ કરવાની કાર્યવાહી બાદ એજન્સીઓ ડીએસપી દેવિન્દરની શ્રીનગર એરપોર્ટ સ્થિત ઓફિસને સીલ કરી શકે છે. 

 પોતાના ઘરમાં આતંકીઓને આશ્રય આપનાર ડીએસપી બરતરફ, છીનવાઈ શકે છે વીરતા મેડલ

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકીઓની સાથે ઝડપાયેલ ડીએસપી દેવિન્દર સિંહને પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. બરતરફ ડીએસપી દેવિન્દર સિંહ પર આરોપ છે કે તેણે શ્રીનગરના બાદામી બાગ કૈન્ટોન્મેન્ટની બાજુમાં આવેલા પોતાના ઘરમાં આતંકીઓને આસરો આપ્યો અને જમ્મૂ જવાની વ્યવસ્થા પણ કરી હતી. સુરક્ષા એજન્સીઓને તપાસમાં જાણવા મળ્યું છે કે ડીએસપી આતંકીઓને જમ્મૂ લઈ જવા માટે 12 લાખ રૂપિયા લેતો હતો. પદ પરથી બરતરફ કરવાની કાર્યવાહી બાદ એજન્સીઓ ડીએસપી દેવિન્દરની શ્રીનગર એરપોર્ટ સ્થિત ઓફિસને સીલ કરી શકે છે. 

દેવિન્દર સિંહ જમ્મૂ-કાશ્મીર પોલીસના આતંકવાદ વિરોધી વિશેષ અભિયાન સમૂહ (એસઓજી)માં એક સબ-ઇન્સ્પેક્ટરના રૂપમાં સામેલ થયો હતો અને તે વીરતા માટે પ્રતિષ્ઠિત પોલીસ મેડલ હાસિલ કરવાની સાથે ડીએસપી રેન્ક પર ઝડપથી પહોંચ્યો હતો. તેને આ વીરતા પુરસ્કાર આતંકવાદ વિરોધી ડ્યૂટી માટે મળ્યો હતો. દેવિન્દર સિંહની હવે ગુપ્તચર તંત્ર, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ તથા મિલિટ્રી ઈન્ટેલિજન્સ ટીમ પૂછપરછ કરશે. સૂત્રોએ કહ્યું કે, દેવિન્દર સિંહ પાસેથી રાષ્ટ્રપતિ વીરતા મેડલ પુરસ્કાર પરત લેવામાં આવી શકે છે. આ પ્રક્રિયા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

જમ્મૂ સુધી પહોંચાડવાના લેતો હતો 12 લાખ રૂપિયા
શનિવારે સિંહની ધરપકડ બાદ પોલીસે મીડિયાને કહ્યું કે, દેવિન્દર સિંહ પોતાના જમ્મૂના ઘરમાં આતંકવાદીઓને આશરો આપતો હતો. આ સાથે પોતાના પૈતૃક ઘર પુલવામા જિલ્લાના ત્રાલમાં પણ આમ કરતો હતો. કાશ્મીર ઝોનના ઇન્સ્પેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું કે, આતંકવાદીઓને જમ્મૂ સુધી પહોંચાડવા માટે સિંહ 12 લાખ રૂપિયા લેતો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news