કિન્નર અખાડાના મહામંડલેશ્વર ભવાની માં હશે પ્રયાગરાજના AAP ઉમેદવાર
Trending Photos
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશનાં હાઇપ્રોફાઇલ અલ્હાબાદ લોકસભા સીટથી આમ આદમી પાર્ટીએ મોટો દાવ રમતા કિન્નર અખાડાનાં ભવાની માંને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આ સીટ પર છઠ્ઠા તબક્કામાં 12 મેનાં રોજ મતદાન થવાનું છે. અલ્હાબાદ સીટ હાઇપ્રોફાઇલ સીટ માનવામાં આવે છે. આ સીટ પર સમગ્ર દેશની નજર રહે છે.
આ સીટથી લાલ બહાદુર શાસ્ત્રી, વીપી સિંહ, મુરલી મનોહર જોશી, જનેશ્વર મિશ્રા જેવા દિગ્ગજો ઉપરાંત અભિનેતા અમિતાભ બચ્ચન પણ અહીના સાંસદ રહી ચુક્યા છે. હાલ અલ્હાબાદના સાંસદ શ્યામાચરણ ગુપ્તા છે. તેમણે 2014માં લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટીકિટ પરથી જીત પ્રાપ્ત કરી હતી. જો કે હવે તેમણે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને સમાજવાદી પાર્ટી જોઇન કરી લીધી છે. સમાજવાદી પાર્ટીએ તેમને બાંદાથી પોતાનાં ઉમેદવાર પણ જાહેર કરી ચુક્યું છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ ઉત્તરપ્રદેશનાં આઝમગઢ લાલગંજ લોકસભા સીટથી અજીત સોનકર, સંભલ લોકસભા સીટથી અંજુ સૈની અને કાનપુર દેહાતથી આશુતોષ બ્રહ્મચારીને ઉમેદવાર બનાવ્યા છે.
કિન્નર અખાડાનાં મહામંડલેશ્વર ભવાની માંને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે સંજન સિંહે કહ્યું કે, જે કિન્નર સમાજની દરેક રાજનીતિક પાર્ટી ઉપેક્ષા કરે છે. અમે તેમની સાથે છીએ. મોદી સરકાર એક બિલ પણ લાવી હતી. જેમાં તે કિન્નરોને ભિખારીની કેટેગરીમાં રાખવા માંગતી હતી. હવે કિન્નર સમાજના ભવાની માં અલ્હાબાદ લોકસભા સીટથી લડાઇ જીતશે.
माँ भवानी (महामंडलेश्वर किन्नर अखाड़ा) @AAPUttarPradesh से प्रयागराज में लोकसभा प्रत्याशी होंगी। सांसद @SanjayAzadSln pic.twitter.com/EXvKRO4ni0
— Ajit Tyagi (@_AjitTyagi) March 29, 2019
બીજી તરફ આમ આદમી પાર્ટી જોઇન કર્યા બાદ કિન્નર અખાડાના મહામંડલેશ્વર માં ભવાની નાથ બાલ્મીકિએ કહ્યું કે, હું કોઇને હરાવવા માટે નથી આવી. હું જીતવા માટે આવી છું. અમારો મુદ્દો બેરોજગારી, નોટબંધી અને જે વચનો આપવામાં આવ્યા હતા તે બધુ જ છે.
VVPAT-EVM મતની સરખામણી શક્ય નહી: પરિણામોમાં 6-9 દિવસનો સમય લાગી શકે
અલ્હાબાદ લોકસભા સીટ પર અત્યાર સુધી 16 વખત લોકસભા ચૂંટણી થઇ અને 3 વખત પેટા ચૂંટણી થઇ છે. 1952 થી 1971 સુધી આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો. 1957માં લાલબહાદુર શાસ્ત્રી આ સીટ પરથી ચૂંટણી મેદાને ઉતર્યા અને બે વખત સાંસદ રહ્યા. 1967માં હરિકૃષ્ણ શાસ્ત્રી અને 1971માં હેમવતી નંદન બહુગુણા અહીના સાંસદ હતા.
2011ની વસ્તી અનુસાર અલ્હાબાદ સીટની વસ્તી 59 લાખ 54 હજાર 390 છે. અલ્હાબાદ વિસ્તારમાં કુલ 5 વિધાનસભા સીટો આવે છે. જેમાં મેજા, અલ્હાબાદ, કરછના, બાબા અને કોરાંવ વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. હાલમાં આ પાંચેય વિધાનસભા સીટો પર ભાજપનો કબ્જો છે. જ્યારે કરછના સીટ પર સપા બિરાજમાન છે.
किन्नर अखाड़े की महामंडलेश्वर मां भवानी नाथ बाल्मीकि @AamAadmiParty में शामिल, इलाहाबाद से लड़ेंगी चुनाव।
महामंडलेश्वर ने कहा- "मैं किसी को हराने नहीं आयी हूँ, मैं जीतने आयी हूँ"
हमारा मुद्दा #बेरोजगारी है, #नोटबंदी है, जो वादे किए गए थे वो सब हैं- महामंडलेश्वर मां भवानी pic.twitter.com/U3WbFFlFFL
— Aam Aadmi Party- Uttar Pradesh (@AAPUttarPradesh) March 29, 2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે