Allahabad News

Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછ
 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા કુંભ મેળામાં ગત ગુરુવારે અક્ષય વૃક્ષ શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજા કરીને અક્ષયવડની પરિક્રમા લગાવી હતી. સેનાના પૂજારીઓએ પૂજાપાઠ કર્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અકબરના કિલ્લામાં અક્ષયવટ આવેલું છે. કહેવામાં આવે છે કે, આ વૃક્ષ પર ચઢીને લોકો મોક્ષની કામના અને પાપોમાંથી મુક્તિ માટે યમુના નદીમાં કૂદીને પોતાનો જીવ આપતા હતા, પરંતુ અકબરે આ પરંપરા પર રોક લગાવી હતી. જો કે ત્યારબાદ આ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિટિશ કાળ પછી આ કિલ્લાની દેખરેખ સેના દ્વારા કરાઈ રહી છે. આ કિલ્લો સેનાનો આયુધ સેન્ટર છે, ત્યાં સેનાના જ પુજારી પૂજા-અર્ચના કરે  છે. હિન્દુ શ્રદ્ધાળુઓ દ્વારા વર્ષોથી માંગ ઉઠી રહી હતી કે, અક્ષયવટને દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવે. સરસ્વતી કૂપ માટે કહેવાય છે કે, અહીંથી સરસ્વતી નદી જઈને ગંગા-યમુનાને મળતી હતી. પણ તાજેતરમાં જ પીએમ મોદીએ આ અક્ષયવટ લોકોને દર્શન માટે ખુલ્લુ મૂકવાની જાહેરાત કરી હતી. તો શું છે આ અક્ષયવટ પાછળની કહાની, તે જાણીએ. 
Jan 11,2019, 8:26 AM IST

Trending news