અમૃતસર અકસ્માતમાં શું ઈમરજન્સી બ્રેક લગાવાઈ હતી? બે અલગ અલગ નિવેદનોમાં કોણ સાચું કોણ ખોટું?

અમૃતસર રેલવે ઘટના પર રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ દબાયેલા અવાજે સ્વીકાર્યું કે, ડીઝલ મલ્ટીપલ યુનિટ (ડીએમયુ) જલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે આપાતકાલીન બ્રેકનો ઉપયોગ કર્યો ન હતો. તો બીજી તરફ ડ્રાઈવરે જે નિવેદન આપ્યું છે, તે સાવ ઉલટુ છે. ડ્રાઈવરનું કહેવું છે કે, તેણે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ત્યાર સુધી બહુ જ મોડું થઈ ચૂક્યું હતું.

અમૃતસર અકસ્માતમાં શું ઈમરજન્સી બ્રેક લગાવાઈ હતી? બે અલગ અલગ નિવેદનોમાં કોણ સાચું કોણ ખોટું?

અમૃતસર : અમૃતસર રેલવે ઘટના પર રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ દબાયેલા અવાજે સ્વીકાર્યું કે, ડીઝલ મલ્ટીપલ યુનિટ (ડીએમયુ) જલંધર-અમૃતસર પેસેન્જર ટ્રેનના લોકો પાયલટે આપાતકાલીન બ્રેકનો ઉપયોગ કર્યો ન હતો. તો બીજી તરફ ડ્રાઈવરે જે નિવેદન આપ્યું છે, તે સાવ ઉલટુ છે. ડ્રાઈવરનું કહેવું છે કે, તેણે ઈમરજન્સી બ્રેક લગાવી હતી, પરંતુ ત્યાર સુધી બહુ જ મોડું થઈ ચૂક્યું હતું.

ટ્રેનના ડ્રાઈવરે દાવો કર્યો છે કે, કર્વ (વળાંકવાળા રુટ)ને કારણે ટ્રેક પર રહેલી ભીડ તેને દેખાઈ ન હતી. જ્યારે તેણે ઈમરજન્સી બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો, તે પહેલા જ અનેક લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. ટ્રેનની રફ્તાર 90 કિલોમીટર/કલાકની હતી, જ્યારે આ ઘટના બની હતી. તેણે ટ્રેન રોકી નહિ, કારણ કે સ્થાનિક લોકોએ ટ્રેન પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. 

ડીઆરએમ વિવેક કુમારે ઘટના પર કહ્યું કે, હું કોઈના પર દોષારોપણ નથી કરી રહ્યો, પરંતુ માત્ર આત્મવિશ્વલેષણ કરી શકું છું કે, રેલવે આ ઘટનાને કેવી રીતે ટાળી શક્તી હતી. અમારું માનવું છે કે, ટ્રેનના ડ્રાઈવરે સ્પીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે આવું ન કરી શક્યો. જ્યારે ટ્રેન રોકાઈ, તો લોકોએ તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. તેથી ડ્રાઈવર મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનને અમૃતસર તરફ લઈ ગયો. 

બીજી તરફ, ન્યૂઝ એજન્સી IANSના જણાવ્યા અનુસાર, રેલવે અધિકારીએ સ્વીકાર્યું કે, ક્રોસિંગ પર ઉભેલી વ્યક્તિએ નજીકના સ્ટેશનને ત્યાં કાર્યક્રમ પર એકઠી થયેલી ભીડની સૂચના આપવી જોઈતી હતી. સ્ટેશન માસ્તરે સતર્ક રહેવું જોઈતું હતું. તેમણે કહ્યું કે, શુક્રવારે સાંજે કાર્યક્રમના સમયે માનવીય ક્રોસિંગના દરવાજા બંધ હતા. રેલવે અધિકારીઓએ ડ્રાઈવર દ્વારા ટ્રેન ન રોકવા મામલે પોતાના બચાવમાં કહ્યું કે, ત્યાં એટલો ધુમાડો હતો કે, ડ્રાઈવર કંઈ જ જોઈ શક્યો ન હતો અને તેની સામે વળાંકવાળો રસ્તો હતો. 

જલંધર-અમૃતસર હાઈવે ઠપ્પ
શનિવારે સવારે ઘટનાથી નારાજ પ્રદર્શકારીઓએ આયોજકોની વિરુ્દધ કાર્યવાહી કરવાની માંગ કરતા જલંધર-અમૃતસર હાઈવેને ઠપ્પ કર્યો હતો. સરકારની વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી. ઘટનાના 17 કલાક બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ગત 20 વર્ષોથી આ મેદાન પર દશેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જે રેલવે ટ્રેકથી માત્ર 50 મીટર દૂર છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news