AMUમાં વકર્યો જિન્ના વિવાદ, SP સાથે મારામારી, લાઠીચાર્જમાં 15 વિદ્યાર્થીઓને ઈજા
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છાત્ર સંઘ હોલમાં લાગેલી પાકિસ્તાન સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની તસ્વીરને લઈને ઉભો થયેલો વિવાદ વકર્યો છે.
Trending Photos
ઉત્તર પ્રદેશઃ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના છાત્ર સંઘ હોલમાં લાગેલી પાકિસ્તાન સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની તસ્વીરને લઈને ઉભો થયેલો વિવાદ વકર્યો છે. તેના કારણે બુધવારે એએમયુ છાત્ર સંઘ તરફથી પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીને માનદ આજીવન સદસ્યતા આપવાના કાર્યક્રમનો વિરોધ થયો હતો.
હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ જિન્નાની તસ્વીર હટાવવાની માંગ કરતા એએમયુની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શનકારીઓએ હામિદ અંસારીના કાર્યક્રમનો પણ વિરોધ કરી રહ્યાં હતા. એએમયુના છાત્ર સંઘ પદાધિકારીઓનો આરોપ છે કે વિરોધ કરી રહેલા લોકો હથિયાર લઈને યુનિવર્સિટી પરિસરમાં ઘુસવા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીના કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.
છાત્ર સંઘના પદાધિકારીઓ પ્રમાણે જ્યારે પ્રદર્શન કરી રહેલા યુવાઓએ એએમયુ પરિસરમાં બળજબરીથી ઘુસવાનો પ્રયત્ન કર્યો તો 6 કાર્યકર્તાઓને પકડી લેવામાં આવ્યા અને પોલીસના હવાલે કરવામાં આવ્યા. છાત્ર સંઘના પદાધિકારીઓનો આરોપ છે કે પોલીસે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી અને કેસ દાખલ કર્યા વગર છોડી દીધા.
તેનાથી નારાજ છાત્ર સંઘના પદાધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓને છોડવાનો વિરોધ કરવા લાગ્યા. આ દરમિયાન એસપી સિટી સાથે મારામારી થઈ. ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરતા તેમાં 15 છાત્રોને ઈજા પહોંચી છે.
મંગળવારે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીના કાર્યક્રમ અને હિંદુ યુવા વાહિનીના વિરોધ પ્રદર્શનને જોતા એએમયુ છાત્ર સંઘના હોલમાંથી જિન્નાની તસ્વીર હટાવી લેવામાં આવી હતી. જિન્નાની તસ્વીર હટાવ્યા બાદ છાત્ર સંઘે કહ્યું કે હોલમાં સફાઇ ચાલતી હતી તેથી તસ્વીર હટાવવામાં આવી છે. બાદમાં આ તસ્વીરને લગાવી દેવામાં આવશે.
બુધવારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પહોંચેયા પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીને જ્યારે જિન્નાની તસ્વીર સાથે જોડાયેલા વિવાદ પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, હું ફાલતું વસ્તુ પર વાત નથી કરતો, જે લોકો રાજનીતિ કરી રહ્યાં છે, તેને રાજનીતિ કરવા દો. હું 10 વર્ષ રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે રહ્યો પરંતુ મેં ક્યારેય રાજનીતિ કરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે