કોરોના બાદ નવી આફત, સાજા થયેલા દર્દીઓમાં હવે ધીરે ધીરે દેખાઈ રહ્યાં છે આ બીમારીના લક્ષણો

કોરોના (corona update) ની સ્થિતિ હવે ઘીના ઠામમાં ઘી ઠર્યા જેવી બની છે. કોરોના હવે કાબૂમાં આવી ગયો છે. હવે આંગળીને વેઠે ગણાય એટલા જ કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ હવે બીજો ડર સતાવી રહ્યો છે. કોરોના બાદ હવે બીજી બીમારીએ માથુ ઉચક્યુ છે. કોરોનાથી સાજા થતા દર્દીઓને હવે ગુલિયન બાર સિન્ડ્રોમ (GBS) નામની બીમારી થઈ રહી છે. અચાનક તેના કેસોમાં વધારો નોંધાયો છે. આ બીમારી કોરોના કરતા પણ જાનલેવા છે. 
કોરોના બાદ નવી આફત, સાજા થયેલા દર્દીઓમાં હવે ધીરે ધીરે દેખાઈ રહ્યાં છે આ બીમારીના લક્ષણો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (corona update) ની સ્થિતિ હવે ઘીના ઠામમાં ઘી ઠર્યા જેવી બની છે. કોરોના હવે કાબૂમાં આવી ગયો છે. હવે આંગળીને વેઠે ગણાય એટલા જ કેસ સામે આવી રહ્યાં છે. પરંતુ હવે બીજો ડર સતાવી રહ્યો છે. કોરોના બાદ હવે બીજી બીમારીએ માથુ ઉચક્યુ છે. કોરોનાથી સાજા થતા દર્દીઓને હવે ગુલિયન બાર સિન્ડ્રોમ (GBS) નામની બીમારી થઈ રહી છે. અચાનક તેના કેસોમાં વધારો નોંધાયો છે. આ બીમારી કોરોના કરતા પણ જાનલેવા છે. 

સિવિલ હોસ્પિટલમાં દર્દી વધ્યા
આ વર્ષે કોરોનાની પોસ્ટ ઈફેક્ટમાં મ્યુકોરમાઈકોસિસ બીમારીમાં અચાનક વધારો થયો હતો. પરંતુ હવે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ગુલિયન બાર સિન્ડ્રોમ (gulian bar syndrome) દેખાઈ રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હાલમાં જ અમદાવાદની સિવિલ હોસપ્ટલમાં 45 દિવસમાં 35 જેટલા ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દીઓ નોંધાયા છે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં બે મહિનામાં GBSના 50 જેટલા કેસ નોંધાયા હતા. જેમાંથી 10 દર્દીઓનાં મોત થયા હતા. 

કેવા સંજોગોમાં થાય છે આ સિન્ડ્રોમ
તબીબો પાસેથી મળતી માહિતી અનુસાર, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગમાં સાજા થયેલા દર્દીઓમાં ગુલિયન બાર સિન્ડ્રોમ થવાની શક્યતા છે. વાઈરલ ઈન્ફેક્શન થાય એના વીસેક દિવસ પછી આ રોગ થતો હોય છે. ખાસ કરીને કોરોનાથી રિકવર દર્દીઓમાં આ સિન્ડ્રોમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. 

કોરોનાની સાઈડ ઈફેક્ટ
માત્ર જીબીએસ જ નહિ, કોરોના બાદ કેટલાક દર્દીઓમાં આંતરડાના ગેંગરિનની સમસ્યાઓ પણ જોવા મળી છે. જે દર્દીઓને અગાઉ કોરોના થયો હોય, તેમનામાં પેટમાં દુખાવો, વોમિટિંગ, ડાયેરિયાની તકલીફ દેખાય તો તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવો. આવા દર્દીઓમાં ગેંગરીનની શક્યતાઓ રહેલી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news