J&K: આતંકીઓએ અપની પાર્ટીના નેતાની કરી હત્યા, અબ્દુલ્લા બોલ્યા- નવું ચલણ ખતરનાક

જમ્મુ-કાશ્મીરના કુલગામના દેવસર વિસ્તારમાં અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોન (Apni Party leader Ghulam Hassan) ની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. 
 

J&K: આતંકીઓએ અપની પાર્ટીના નેતાની કરી હત્યા, અબ્દુલ્લા બોલ્યા- નવું ચલણ ખતરનાક

જમ્મુઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં આતંકીઓએ વધુ એક રાજકીય પાર્ટીના નેતાની હત્યા કરી દીધી છે. અપની પાર્ટીના નેતા ગુલામ હસન લોન (Apni Party leader Ghulam Hassan) ને કુલગામના દેસવરમાં આતંકીઓએ ગોળી મારી હતી. ઈજાગ્રસ્ત ગુલામ હસનને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. 

મુખ્યધારાના નેતા આતંકીઓના નિશાન પર
ગુલામ હસનની હત્યા પર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ દુખ વ્યક્ત કર્યુ છે. ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યુ, 'દક્ષિણ કાશ્મીરના દેવસર વિસ્તારમાં ગુલામ બસન લોનની હત્યા વિશે સાંભળી દુખ થયું. ઉગ્રવાદી સંગઠનો દ્વારા મુખ્યધારાના રાજનેતાઓને નિશાન બનાવવાનું આ નવુ ચલણ ખુબ ચિંતાજનક છે અને હું તેની નિંદા કરુ છું. ઈશ્વર દિવંગતને જન્નત પ્રદાન કરે.'

— Omar Abdullah (@OmarAbdullah) August 19, 2021

સર્ચ ઓપરેશન જારી
સૂત્રો પ્રમાણે આતંકવાદીઓએ ગુલામ હસન લોન પર નજીકથી ગોળીઓ ચલાવી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. સૂત્રએ આગળ કહ્યું- હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. 

અથડામણાં સેનાના એક અધિકારી શહીદ, એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા  (Rajouri) માં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા એનકાઉન્ટર (Rajouri Encounter Update) માં સુરક્ષાવ દળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના  JCO પણ શહીદ થઈ ગયા છે. સેના (Indian Army), સીઆરપીએફ (CRPF) અને જમ્મુ-કાશ્મીર પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યાં છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

ઓગસ્ટમાં બીજી અથડામણ
લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ- અથડામણ દરમિયાન રાષ્ટ્રીય રાયફલ્સના એક જેસીઓને ગોળીઓ લાગી. જેસીઓને તત્કાલ સારવાર માટે લઈ જવામાં આવ્યા, પરંતુ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત હોવાને કારણે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો. અધિકારીઓએ કહ્યું કે, અથડામણમાં પણ એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ઓગસ્ટમાં થયેલી અથડામણની બીજી ઘટના છે. થાનામંડી ક્ષેત્રમાં છ ઓગસ્ટે સુરક્ષા દળો સાથે અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી માર્યા ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news