જો તમે મોબાઇલ ફોનનો વધારે ઉપયોગ કરો છો તો આ બિમારીનો બનશો શિકાર
કિશોરો તથા યુવાનોમાં વધારે સમય સુધી ફોન પર વ્યસ્ત રહેવાનાં કારણે તેમના મગજ પર સૌથી વધારે વિપરિત અસર પડે છે
Trending Photos
નવી દિલ્હી : કિશોરો તથા યુવાનો વધારે સમય મોબાઇલ સાથે ચોંટી રહેવાનાં કારણે તેમનાં મગજ પર ખરાબ અસર પડી શકે છે અને તેમનાં એટેંશન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD)ના લક્ષણ ઉત્પન્ન થઇ શકે છે. જામા નામની પત્રિકામાં હાલમાં જ પ્રકાશિત એક સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે. સંશોધન અનુસાર, ઘણીવાર ડિજિટલ મીડિયાનો ઉફયોગ કરનારા લોકોમાં ADHDના લક્ષણો સામાન્ય માણસની તુલનાએ 10 ટકા વધારે હોય છે. યુવતીઓની તુલનાએ યુવકોમાં આ જોખમ વધારે હોય છે. જ્યારે કિશોરોમાં આ પ્રમાણ અત્યંત વધી જાય છે. જેઓ પહેલા ક્યારેક ડિપ્રેશનમાં રહી ચુક્યા હોય.
એડીએચડીના કારણે શાળામાં ખરાબ પર્ફોમન્સ સહિત કિશોરો પર ઘણા અન્ય નકારાત્મક પ્રભાવ થઇ શકે છે. તેમાં જોખમી ગતિવિધિઓમાં રસ, નશાખોરી અને કાયદાકીય સમસ્યાઓમાં વધારો થઇ શકે છે. હાર્ટ કેર ફાઉન્ડેશન (એચસીએફઆઇ)ના અધ્યક્ષ ડો. કે.કે અગ્રવાલે કહ્યું કે, સ્માર્ટફોનની વધતી લોકપ્રિયતા સાથે યુવાનોમાં ફેસબુક, ઇન્ટરનેટ, ટ્વીટર અને એવી અન્ય એપ્લીકેશનના આદતી હોવાનાં કારણે અનિંદ્રા અને નીંદરમાં વારંવાર વિક્ષેપ જેવી સમસ્યાઓ થઇ શકે છે. લોકો સુતા પહેલા સ્માર્ટફોનની સાથે પથારીમાં સરેરાશ 30થી60 મિનિટ વિતાવે છે.
મોબાઇલ ફોનનાં ઉપયોગ સંબંધિત બિમારીઓનું એક નવુ સ્પેક્ટ્રમ પણ ડોક્ટર્સની નજરે ચડ્યું છે અને અનુમાન લગાવ્યું છે કે હવેથી 10 વર્ષમાં આ સમસ્યા મહામારીનું સ્વરૂપ લેશે. તેમાં કેટલીક બિમારીઓ બ્લેકબેરી થમ્બ, સેલફોન એલ્બો, નોમોફોબિયા અને રિંગજાઇટી નામથી ઓળખાય છે. ADHDના કેટલાક સામાન્ય લક્ષણોમાં ધ્યાન ન આપી શકવું (સરળતાથી વિચલિત થવું, વ્યવસ્થિત થવામાં સમસ્યા સર્જાવી અથવા યાદ રાખવામાં સમસ્યા) અતિસક્રિયતા (શાંત થઇને બેસવામાં સમસ્યા), અચાનક અનઅપેક્ષીત કરી બેસવું (સંભવિત પરિણામોમાં વિચાર્યા વગર નિર્ણય લેવો) વગેરેનો સમાવેશ થાય છે.
ડૉ. અગ્રવાલે જણાવ્યું કે, ગેજેટ્સના માધ્યમથી માહિતીના ઘણા અલગ-અલગ ધારાઓ સુધી પહોંચ ધરાવવાથી મસ્તિષ્ટથી ગ્રે મેટરના ઘનત્વમાં ઘટાડો થયો છે, જે સંજ્ઞાન માટે જવાબદાર છે અને ભાવનાત્મક નિયંત્રણ રાખે છે. આ ડિજિટલ યુગમાં સારા સ્વાસ્થયની કુંજી છે. પુર્ણ સંયમ એટલે જે ટેક્નોલોજીનો સામાન્ય ઉપયોગ થવો જોઇએ.
ડૉ. અગ્રવાલે કેટલીક સલાહ આપતા જણાવ્યું કે, ઇલેક્ટ્રોનિક કર્ફ્યુનો અર્થ છે સોનાથી 30 મિનિટ પહેલા કોઇ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટનો ઉપયોગ નહી કરવો. સમગ્ર દિવસ માટે અઠવાડીયામાં એકવાર સોશ્યલ મીડિયાનો ઉપયોગથી બચવું. મોબાઇલ ફોનનો ઉપયોગ માત્ર કોલિંગ માટે કરો. દિવસમાં ત્રણ કલાકથી વધારે સમય સુધી કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરવો. પોતાનાં મોબાઇલ ટોકટાઇમ બે દિવસથી વધારે સમય સુધી સીમિત કરો. દિવસમાં એક થી વધારે વખત પોતાના મોબાઇલ બેટરી રિચાર્જ ન કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે