કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિશ્વાસ પાત્ર નથી, રાહુલ ગાંધીના વાયદા દેશ માટે ખતરનાક : અરૂણ જેટલી

લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019) માટે કોંગ્રેસ (Congress) પાર્ટીએ મંગળવારે ચૂંટણી ઢંઢેરો (Election Menifesto) જાહેર કરી જનતાને ઘણા વાયદાઓ આપ્યા છે. જોકે કોંગ્રેસ દ્વારા રાજદ્રોહની (Sedition) કલમ (Act) દૂર કરવા તેમજ AFSP માં સુધારો કરવાની વાત કરી છે. દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને લઇને ભાજપે નિશાન તાક્યું છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને અરૂણ જેટલીએ કોંગ્રેસ પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ AFSPમાં સંશોધન લાવવાની વાત કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ ખતરનાક વાયદા કર્યા છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિશ્વાસ પાત્ર નથી.

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો વિશ્વાસ પાત્ર નથી, રાહુલ ગાંધીના વાયદા દેશ માટે ખતરનાક : અરૂણ જેટલી

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરાને દેશને તોડાનાર ગણાવ્યું છે. અરૂણ જેટલીએ કહ્યું કે કોંગ્રેસના ચૂંટણી ઢેઢંરામાં દેશદ્રોહના કાયદાને હટાવાની વાત કરવામાં આવી છે. દેશને તોડનાર આવા વાયદા કરનાર કોંગ્રેસ એક વોટની પણ હકદાર નથી. તેમમે કહ્યું કે, કોંગ્રેસના નિયમો અને કાયદાઓની સમીક્ષા કરવાની જાહેરતા કરી છે. માઓવાદીઓને બચાવવા માટે સીઆરપીસીમાં બદલાવની વાત કરી રહી છે.

અરૂણ જેટલીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં સેના અને સીઆરપીએફ સૈનિકોની તૈનાતી ઘટાડવાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અફસ્પાના બંધારણને નબળું કરવાની વાત પણ કરી છે. જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખતરનાક વાયદા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જે નિયમોને પંડિત નહેરૂ અને ઇન્દિરા ગાંધીએ નથી હટાવ્યા, તેને રાહુલ ગાંધી હટાવવાની વાત કરી રહ્યા છે.

અરૂણ જેટલીએ કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી જેહાદીઓ અને માઓવાદીઓના ચૂંગલમાં છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કહેવામાં આવ્યું છે કે આઇપીસી (IPC)થી સેક્શન 124-Aને હટાવી દેવામાં આવશે. તેનો સીધો અર્થ છે કે કોંગ્રેસના રાજમાં દેશદ્રોહ કરવું તે ગુનો નહીં હોય. જે પાર્ટી આવી જાહેરાત કરે છે, તે એકપણ વોટની હકદાર નથી.

તેમણે કહ્યું કે, નેહરૂ-ગાંધી પરિવારની જમ્મૂ કાશ્મીરને લઇને જે ઐતિહાસિક ભૂલ હતી, તે એજન્ડાને કોંગ્રેસ અધ્યક્ષ આગળ વધારી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news