અસમ: કામાખ્યા-ડેગારગામ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં વિસ્ફોટ, 11 લોકો ઘાયલ
પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટમાં 11 લોકો ઘાયલ થયા છે, સાંજે આશરે 06.45 વાગ્યે ચાલુ ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો
Trending Photos
ગુવાહાટી : આસામનાં ઉદલગુડી જિલ્લામાં શનિવારે રાત્રે એક ઇન્ટરસીટી ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ લોગો ઘાયલ થઇ ગયા. પૂર્વોત્તર ફ્રંટિયર રેલ્વેનાં પ્રવક્તાએ જણાવ્યું કે, હરિસિંગા રેલ્વે સ્ટેશન પર રાત્રે આશરે સાડા સાત વાગ્યે કામાખ્યા-ડેગારગામ ઇન્ટરસિટી એક્સપ્રેસની એક બોગીમાં વિસ્ફોટ થયો. પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટમાં 11 લોકો ઘાયલ થયા. આશરે 6.45 વાગ્યે ચાલુ ટ્રેનમાં વિસ્ફોટ થયો હતો. રેલ્વે અને પોલીસ અધિકારીઓ ગુવાહાટીથી આશરે 95 કિલોમીટર દુર ઘટના સ્થળ પર પહોંચ્યાં.
સુત્રોએ જણાવ્યું કે, તપાસકર્તા ટીમ રસ્તામાં છે અને હજી સુધી વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. હાલ તો આ વિસ્ફોટ ગ્રેનેડ અથવા તો આઇઇડીનાં કારણે થયો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. નોર્થ ઇસ્ટ ફ્રટિયર રેલ્વેનાં પ્રવક્તા નૃપન ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, કામાખ્યા-ડેકારગાંવ ઇન્ટરસિટીમાં ઉદલગુડીમાં વિસ્ફોટ થયો. તેમણે કહ્યું કે, તે હજી સુધી કન્ફર્મ નથી થઇ શક્યું કે આ એક બોમ્સ વિસ્ફોટ છે કે શોર્ટ સર્કિટ બ્લાસ્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે