બાબરી મસ્જિદ હિન્દૂ તાલિબાનીઓએ તોડી પાડી હતી: મુસ્લિમ પક્ષના વકીલ

મુસ્લિમ પક્ષની તરફથી હાજર રાજીવ ધવને તાલિબાનની તરફથી બુદ્ધની મૂર્તિ તોડવામાં આવવાનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમને કોઇ સંકોચ નહી કે 1992માં જે મસ્જિદ તોડી પડાઇ તે હિન્દૂ તાલિબાનો દ્વારા તોડી પડાઇ હતી

બાબરી મસ્જિદ હિન્દૂ તાલિબાનીઓએ તોડી પાડી હતી: મુસ્લિમ પક્ષના વકીલ

નવી દિલ્હી : અયોધ્યા મંદિર મસ્જિદ મુદ્દે સુપ્રીમ કોર્ટ 29 ઓક્ટોબરે મુખ્ય વિવાદ અંગે સુનવણી ચાલુ કરશે. આ સુનવણી અલ્હાબાદ હાઇકોર્ટની 2010નાં નિર્ણયની વિરુદ્ધ દાખલ અરજી પર થશે જેને ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે.એમ જોસેફનાં ત્રણ જજોની બેંચ કરશે. સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બરે આપેલા આદેશમાં 1994નાં સુપ્રીમ કોર્ટે તેના જુના ચુકાદાને પુનર્વિચાર માટે સંવૈધાનિક પીઠને મોકલવાનો ઇન્કાર કરી દીધો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મસ્જિદમાં નમાજ ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે. આ સાથે જ રાજનૈતિક રીતે સંવેદનશીલ અયોધ્યા ભૂમિના માલિકી હક સંબંધિત મુખ્ય વિવાદ અંગે સુનવણી કરવાનો રસ્તો સાફ થઇ ગયો હતો. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 1994નાં નિર્ણયમાં આ ટિપ્પણી અયોધ્યા મુદ્દે સુનવણી દરમિયાન જમીન અધિગ્રહણના સીમિત સંદર્ભે કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 2-1ના બહુમતી ચુકાદા પરથી સ્પષ્ટ કર્યું કે રામ જન્મભુમિ- બાબરી મસ્જિદના માલિકી હક વિવાદ પર ચુકાદો આપવા માટે આ પ્રાસંગીક નથી. આ મુદ્દે અંતિમ ચુકાદાનું 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખુબ જ ઉત્સુકતાથી રાહ જોશે. 

(મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવન)

અયોધ્યા મુદ્દે ગત્ત સુનવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, અયોધ્યા મુદ્દે મુળ પાસા પર સુનવણી ચાલુ કરતા પહેલા સુપ્રીમ કોર્ટનાં ત્રણ જજોની બેંચ તે નક્કી કરવા માટે આ મુદ્દે સંવૈધાનિક બેન્ચને મોકલે, જે તે નિશ્ચિત કરશે કે મસ્જિદમાં નમાજ પઢવી ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહી. 

મુસ્લિમ પક્ષની તરફથી હાજર રાજીવ ધવને તાલિબાનની બુદ્ધની મૂર્તિ તોડવાનું ઉદાહરણ આપતા કહ્યું કે, તેમને તે કહેવાનો કોઇ સંકોચ નથી કે 1992માં જે મસ્જિદ તોડી પાડવામાં આવી તે હિંદૂ તાલિબાનિઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી. 
મુસ્લિમ પક્ષની તરફથી ઉત્તરપ્રદેશ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, સરકારને આ મુદ્દે ન્યુટ્રલ ભુમિકા રાખવાની હતી, જો કે તેમણે તેને તોડી દીધું. બીજી તરફ સુનવણીમાં શિયા વકફ બોર્ડની તરફથી કહેવામાં આવ્યું અમે આ મહાન દેશમાં સૌહાર્દ, એકતા, શાંતિ અને અખંડતા માટે અયોધ્યાની વિવાદિત જમીન પર મુસલમાનોનો હિસ્સો રામ મંદિરને આપવા માટે તૈયાર છે. 

1994માં પાંચ જજોની પીઠે રામ જન્મભૂમિમાં યથાસ્થિતી યથાવત્ત રાખવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી હિંદુ પુજા કરી શકે. પીઠે તેમ પણ કહ્યું હતું કે, મસ્જિદમાં નવાઝ પઢવા ઇસ્લામનો ઇટ્રીગલ પાર્ટ નથી. 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે ચુકાદો આપતા એક તૃતિયાંશ હિંદુ, એક તૃતિયાંશ મુસ્લિમ અને એક તૃતિયાંશ રામ લલાને આપ્યો હતો. હાઇકોર્ટનાં આ ચુકાદા વિરુદ્ધ 29 ઓક્ટોબરે સુનવણી થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news