Baramulla Encounter: 24 કલાકથી વધુ ચાલી અથડામણ, 3 આતંકવાદીઓનો સફાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મૂ પ્રવાસ પહેલાં ઘણા આતંકવાદી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ઘટનાઓ 24 કલાકથી વધુ સમય સુધી ચાલેલા બારામૂલા એન્કાઉન્ટર પણ સામેલ છે. આતંકવાદીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોને ઓપરેશન બારામૂલામાં મોટી સફળતા મળી છે.
Trending Photos
Baramulla Encounter latest Update: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જમ્મૂ પ્રવાસ પહેલાં ઘણા આતંકવાદી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ ઘટનાઓ 24 કલાકથી વધુ સમય સુધી ચાલેલા બારામૂલા એન્કાઉન્ટર પણ સામેલ છે. આતંકવાદીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોને ઓપરેશન બારામૂલામાં મોટી સફળતા મળી છે. ત્રણ આતંકવાદીઓનો ખાતમો કરી સુરક્ષાબળોએ આ એન્કાઉન્ટરને સફળતાપૂર્વક ખતમ કર્યું છે.
કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાબળોની આતંકવાદીઓ સાથે એક દિવસથી વધુ ચાલેલી અથડામણમાં સુરક્ષાબળોએ આતંકવાદી ગેંગના કુખ્યાત કમાંડર મોહમંદ યૂસૂફ કાંટ્રો, હિલાલ શેખ હંજાલા અને ફૈસલ ડારને ઠાર માર્યા છે. યૂસૂફ અને હિલાલને સુરક્ષાબળોએ કાલે ગુરૂવારે જ ઠાર માર્યો હતો. ફૈસલના મૃત્યુંની પુષ્ટિ આજે થઇ છે. ઘટનાસ્થળેથી ત્રણ આતંકવાદીઓની લાશ મળી આવી છે. કાશ્મીર ઝોન પોલીસે એન્કાઉન્ટર પુરી થવાની જાણકારી ટ્વીટ કરી આપી છે.
#UPDATE | Only 3 dead bodies of terrorists of the LeT outfit, Yusuf Dar alias Kantru, Hilal Sheikh alias Hanzalla and Faisal Dar, were retrieved along with arms & ammunitions. The operation is over now: J&K Police
— ANI (@ANI) April 22, 2022
કાંટ્રોનો સફાયો લશ્કર માટે મોટો આંચકો
તમને જણાવી દઇએ કે મોહંમદ યૂસૂફ કાંટ્રો ઘાટીમાં સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનાર આતંકવાદી હતો. જેનું મરવું લશ્કર માટે આંચકો છે. કાશ્મીરના આઇજીપી વિજય કુમારે જી ન્યૂઝને જણાવ્યું કે કાંટ્રો નાગરિકોની ઘણી હત્યાઓ અને સુરક્ષાબળો પર હુમલામાં સામેલ છે. તે તાજેતરમાં જ જમ્મૂ કાશ્મીર પોલીસના એસપીઓ, તેના ભાઇ, સેનાના એક જવાન અને બડગામ જિલ્લામાં મૃત્યું પામેલા નાગરિકની હત્યાનો પણ જવાબદાર હતો. આઇજીપીએ કહ્યું કે કાંટ્રોનું મરવું સુરક્ષાબળો માટે મોટી સફળતા છે.
24 એપ્રિલના રોજ પીએમ મોદીનો પ્રવાસ
24 એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસર પર પીએમ મોદી એક સભાને સંબોધિત કરવા માટે સાંબાના પાલી ગામની મુલાકાત લેવાના છે. તત્કાલિન રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા અને ઓગસ્ટ 2019માં તેના વિભાજન બાદથી સીમાઓ ઉપરાંત આ તેમની જમ્મૂ કાશ્મીરની પ્રથમ યાત્રા હશે. પ્રધાનમંત્રી યાત્રાને જોતાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પીએમ મોદી રવિવારે પંચાયતી રાજના અવસર પર આયોજિત સમારોહની અધ્યક્ષતા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે