Beating Retreat 2022:રોશનીથી ઝગમગી ઉઠ્યો વિજય ચોક, 'બીટિંગ ધ રિટ્રીટ' પર સેનાનું 'શક્તિ પ્રદર્શન'

પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે, દિલ્હીના વિજય ચોક ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ શરૂ થયો છે. આ વખતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ ખૂબ જ ખાસ છે કારણ કે આ સમારોહમાં પ્રથમ વખત 1,000 સ્વદેશી ડ્રોન દ્વારા આકાશ જગમગશે.

Beating Retreat 2022:રોશનીથી ઝગમગી ઉઠ્યો વિજય ચોક, 'બીટિંગ ધ રિટ્રીટ' પર સેનાનું 'શક્તિ પ્રદર્શન'

Beating Retreat 2022: પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપન નિમિત્તે, દિલ્હીના વિજય ચોક ખાતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ શરૂ થયો છે. આ વખતે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ ખૂબ જ ખાસ છે કારણ કે આ સમારોહમાં પ્રથમ વખત 1,000 સ્વદેશી ડ્રોન દ્વારા આકાશ જગમગશે. 'મેક ઇન ઇન્ડીયા' પહેલાંના અંતગર્ત આ સમારોહની ડિઝાઇન અને કોરિયોગ્રાફી કરવામાં આવી છે.

પ્રથમ વખત લેસર શોનું આયોજન
આ 10 મિનિટના ડ્રોન લાઇટ શો દ્વારા 75 સરકારી સિદ્ધિઓ આકાશમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા, આઝાદીના અમૃત મહોત્સવ જેવા અભિયાનોને ડ્રોન દ્વારા આકાશમાં બતાવવામાં આવશે. બીટિંગ ધ રીટ્રીટ સેરેમનીમાં પ્રથમ વખત લેઝર શોનું આયોજન કરવામાં આવશે.

— ANI (@ANI) January 29, 2022

બેન્ડ કુલ 26 ધૂન વડે પ્રેક્ષકોને કરશે મંત્રમુગ્ધ
ભારતીય ઉત્સાહ સાથે માર્શલ મ્યુઝિકની ધૂન આ વર્ષની ઉજવણીની ખાસિયત હશે. ભારતીય આર્મી, નેવી, એરફોર્સ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPFs) ના બેન્ડ્સ કુલ 26 ધૂન વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે. તેની શરૂઆત 'વીર સૈનિક'ની ધૂન વગાડતા સમૂહ બેન્ડથી થશે. આ પછી પાઇપ્સ અને ડ્રમ્સ બેન્ડ, CAPF બેન્ડ, એર ફોર્સ બેન્ડ, નેવલ બેન્ડ, આર્મી મિલિટ્રી બેન્ડ અને માસ બેન્ડ દ્વારા અનુસરવામાં આવશે. સમારોહના મુખ્ય વાહક કમાન્ડર વિજય ચાર્લ્સ ડીક્રુઝ હશે.

સમારોહમાં ઉમેરાઇ ઘણી નવી ધૂનો
'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવવા માટે ઉજવણીમાં ઘણી નવી ધૂન ઉમેરવામાં આવી છે. જેમાં 'કેરળ', 'હિંદ કી સેના' અને 'એ મેરે વતન કે લોગ'નો સમાવેશ થાય છે. કાર્યક્રમનું સમાપન લોકપ્રિય ધૂન 'સારે જહાં સે અચ્છા...' સાથે થશે.

ડ્રોન શો હશે મુખ્ય આકર્ષણ
આ વર્ષના 'બીટિંગ ધ રીટ્રીટ'ની વિશેષતા એ નવો ડ્રોન શો હશે, જેને આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉજવણીનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. આ ડ્રોન શોનું આયોજન સ્ટાર્ટઅપ 'બોટલેબ ડાયનેમિક્સ' દ્વારા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) દિલ્હી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સહયોગથી કરવામાં આવશે.

દસ મિનિટના શોમાં 1,000 સ્વદેશી ડ્રોન
દસ મિનિટના આ શોમાં 1,000 સ્વદેશી ડ્રોન સામેલ હશે. ડ્રોન શો દરમિયાન સિંક્રનાઇઝ બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ વગાડવામાં આવશે. ઉજવણીના અંત પહેલા આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં પ્રોજેક્શન મેપિંગ શો પણ થશે. નોર્થ અને સાઉથ બ્લોકની દીવાલો પર લગભગ 3-4 મિનિટનો શો દર્શાવવામાં આવશે.

પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ, 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ માટે ઈકો-ફ્રેન્ડલી આમંત્રણ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્ડ અશ્વગંધા, એલોવેરા અને આમળાના ઔષધીય છોડના બીજમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને તેમના બગીચાઓમાં, ફૂલના કુંડામાં તેને રોપવા અને વર્ષો જૂના ઔષધીય લાભો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news