એકદમ ફૂલગુલાબી બની ગયું બેંગલુરુ...સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે.

એકદમ ફૂલગુલાબી બની ગયું બેંગલુરુ...સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

દક્ષિણ ભારતીય શહેર બેંગલુરુમાં અનેક રસ્તાઓ પર આજકાલ તમને પીંક ફૂલોની બહાર જોવા મળશે. સોશિયલ મીડિયા પર આ ગુલાબી ફૂલોથી છવાયેલા રસ્તાઓની તસવીરો વાયરલ થઈ રહી છે. ચેરી બ્લોસમ જેવા ફૂલોથી લદાયેલા ઝાડનું નામ લઈએ તો તમને જાપાનની યાદ આવી જાય પરંતુ હાલમાં આ તસવીરો જાપાનની નહીં પરંતુ બેંગલુરુની વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને તમે પણ ખુશખુશાલ થઈ જશો. 

— Naveed Ahmed نوید احمد 🗯️ (@NavidAhmed67) March 20, 2023

Bengaluru has the most Tabebuia Rosea trees in the country as i know 🌸🌸🌸 pic.twitter.com/uk63Px4a6b

— ರವಿ ಕೀರ್ತಿ ಗೌಡ (@ravikeerthi22) March 20, 2023

વાત જાણે એમ છે કે બેંગલુરુના રસ્તાઓ આજકાલ પીંક ટ્રમ્પેટ્સ કે જે Tabebuia rosea કે પછી  pink poui નામથી પણ ઓળખાય છે તેવા જે મૂળ તો દક્ષિણ મેક્સીકોમાં જોવા મળતા હોય છે તેવા ઝાડના ફૂલોથી છવાયેલા છે. આ ઝાડ પર સામાન્ય રીતે જાન્યુઆરીથી ફેબ્રુઆરીના સૂકા હવામાનમાં ફૂલો આવતા હોય છે. જો કે આ ઝાડ પર ઓગસ્ટ, સપ્ટેમ્બર, એપ્રિલ અને મેમાં પણ ફૂલો જોવા મળતા હોય છે. આ વૃક્ષોથી બેંગલુરુના રસ્તાઓ છવાયેલા છે અને તેના ગુલાબી  ફૂલોથી રસ્તાઓ છવાઈ જતા એકદમ ખુશનુમા વાતાવરણ જોવા મળી રહ્યું છે.

— Bengaluru Chitragalu | ಬೆಂಗಳೂರಿನ ಚಿತ್ರಗಳು (@BLRChitragalu) March 20, 2023

— Preksha ❤️ (@Prikshajain_) March 20, 2023

જેમાં દરેકને પ્રકૃતિની સુંદરતા દેખાય છે. બેંગલુરુના આ ગુલાબી રંગથી સજાઈ જવાનો શ્રેય તબેબુઈયાના ફૂલોને આપવામાં આવી રહ્યો છે. જે દર વર્ષે વસંતની આજુબાજુ ખીલે છે. સોશિયલ મીડિયામાં હાલ બેંગલુરુના આ ગુલાબી વૃક્ષોની તસવીરો જોવા મળી રહી છે. 

— Sejal Gotadki (@entangled_SG) March 19, 2023

— Lestrange (@abhi_lestrange) March 18, 2023

હાલના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સાંજના સમયે શહેરમાં બહાર ફરવા નીકળતા હોય છે અને આ સુંદરતાને નીહાળીને તેને કેમેરામાં કેદ કરે છે અને પ્રકૃતિની સુંદરતાના સાક્ષી બને છે. ખરેખર આ જાપાન નહીં....પરંતુ ભારતનું બેંગલુરુ છે!
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news