પીએમ મોદી સાથે મુલાકાત કરશે ભગવંત માન, પ્રોટોકોલ પ્રમાણે કરાવ્યો કોરોના ટેસ્ટ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના છે. ગુરૂવારે માન અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થશે.
Trending Photos
નવી દિલ્હીઃ પંજાબમાં આમ આદમીની પ્રચંડ જીત બાદ ભગવંત સિંહ માને રાજ્યના મુખ્યમંત્રીનું પદ સંભાળી લીધુ છે. મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ માને ઘણા મોટા નિર્ણયો લઈને અન્ય રાજકીય દળોને ચોંકાવી દીધા છે. હવે ભગવંત માન દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત કરવાના છે. પ્રોટોકોલ હેઠળ ભગવંત માને કોરોના ટેસ્ટ પણ કરાવી લીધો છે. તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ભગવંત માને માંગ્યો હતો મુલાકાતનો સમય
તમને જણાવી દઈએ કે ભગવંત માને હાલમાં પીએમ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવાનો સમય માંગ્યો હતો. પ્રધાનમંત્રી કાર્યાલયે જાણકારી આપી છે કે ગુરૂવારે ભગવંત માનને પીએમ મોદીને મળવાનો સમય આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન પંજાબ સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવી શકે છે.
માનને પીએમ મોદીએ આપી હતી શુભેચ્છા
ભગવંત માને થોડા દિવસ પહેલા ટ્વીટ કરી જણાવ્યું હતુ કે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. મહત્વનું છે કે ભગવંત માને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે પીએમ મોદીએ તેમને શુભેચ્છા આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યુ હતુ કે કેન્દ્ર સરકાર પંજાબના વિકાસ માટે રાજ્ય સરકાર સાથે મળી કામ કરશે.
મુખ્યમંત્રી બન્યા બાદ લીધા મોટા નિર્ણયો
ભગવંત માને 16 માર્ચે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે અનેક મોટા નિર્ણયો લીધા છે. 23 માર્ચે ભગત સિંહના શહીદી દિવસ પર માને રાજ્યમાં એન્ટી કરપ્શન હેલ્પલાઇન શરૂ કરી છે. હવે પંજાબમાં લોકો આ વોટ્સએપ નંબર પર ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે