Bharat Bandh Live Update: આજે 'ભારત બંધ', જાણો કોણે આપ્યું બંધનું એલાન અને શાં માટે? 

ફેડરેશનની કેટલીક માંગણીઓ છે જેને માટે તેમણે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. જાણો વિગતવાર માહિતી.

Bharat Bandh Live Update: આજે 'ભારત બંધ', જાણો કોણે આપ્યું બંધનું એલાન અને શાં માટે? 

Bharat Bandh: કેન્દ્ર સરકાર તરફથી અન્ય પછાત જાતિઓની જાતિ આધારિત ગણતરી કરાવવાનો ઈન્કાર કરવા મુદ્દે ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટિઝ એમ્પલોઈઝ ફેડરેશન(BAMCEF)એ આજે ભારત બંધનું એલાન જાહેર કર્યું છે. BAMCEF ના આ ભારત બંધને અનેક રાજકીય પક્ષોનું પણ સમર્થન મળેલું છે. જેમાં બિહારમાં જેડીયુ અને આરજેડી જ્યારે યુપીમાં સપા-બસપાએ સમર્થન આપ્યું છે. જો કે  આ બંધની દેશમાં સવારથી કોઈ ખાસ અસર જોવા મળી રહી નથી. પરંતુ યુપી અને બિહારમાં તેની અસર જોવા મળી શકે છે કારણ કે આ મુદ્દો બિહારમાં ઘણો છવાયેલો છે. 

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી લેવાયેલા નિર્ણયમાં કહેવાયું હતું કે ઓબીસી માટે જાતિ આધારિત વસ્તી ગણતરી થશે નહીં. સરકારના આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવા માટે BAMCEF એ ભારત બંધની જાહેરાત કરી છે. ડાબેરી પક્ષોએ પણ બીજી બાજુ મોંઘવારીના વિરોધમાં દેશભરમાં બંધની જાહેરાત કરેલી છે. 

અત્રે જણાવવાનું કે પોતાની કેટલીક માંગણીઓને પગલે આ ભારત બંધનું એલાન ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટિઝ એમ્પલોઈઝ ફેડરેશન(BAMCEF) એ આપેલું છે. આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બંધની જાહેરાત પણ કરાઈ હતી. ફેડરેશન દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી ઉપરાંત ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ ન કરવા સહિત પ્રાઈવેટ સેક્ટરમાં પણ એસટી,એસટી, ઓબીસી આધારિત અનામતના મુદ્દા રજૂ કરાયા છે. અત્રે જણાવવાનું કે કાશીરામ દ્વારા સ્થાપિત આ ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટિઝ એમ્પલોઈઝ ફેડરેશન(BAMCEF) એ બંધની જાહેરાત કરી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બંધને સફળ બનાવે. 

શું છે માંગણી
આ ફેડરેશનની કેટલીક માંગણીઓ છે જેમાં ચૂંટણીમાં ઈવીએમના ઉપયોગ, જાતિ આધારિત વસ્તી ગણતરી, પ્રાઈવેટ સેક્ટરમાં એસસી-એસટી અને ઓબીસીને અનામત, એનઆરસી, સીએએ, એનપીઆરને લાગૂ કરવા પર રોક લગાવવામાં આવે, ખેડૂતોને એમએસપી કાયદાની ગેરંટી, જૂની પેન્શન સ્કીમ લાગૂ કરવી, રસીની જરૂરિયાત ખતમ કરવામાં આવે, ઓડિશા, મધ્ય પ્રદેશમાં ઓબીસી અનામત આધારિત પંચાયત ચૂંટણી કરાવવામાં આવે, પર્યાવરણ સંરક્ષણની આડમાં આદિવાસીઓનું વિસ્થાપન ન થાય તે સુરક્ષિત  કરવામાંઆવે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news