Bharat Ratna: મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળમાં કોને કોને મળ્યું 'ભારત રત્ન'નું સન્માન? જુઓ યાદી
કેન્દ્રની મોદી સરકારે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ, ચૌધરી ચરણસિંહ, અને એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી નવાજવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી, અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. છેલ્લા એક દાયકામાં કેટલી હસ્તીઓને ભારત રત્ન અપાયા છે તેની યાદી.....
Trending Photos
કેન્દ્રની મોદી સરકારે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહા રાવ, ચૌધરી ચરણસિંહ, અને એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી નવાજવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ શુક્રવારે જાહેરાત કરી કે પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિહં, પીવી નરસિંહા રાવ અને જાણીતા વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન (મરણોપરાંત)થી સન્માનિત કરાશે. અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણી, અને કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણીની બરાબર પહેલા મોદી સરકારે એક કે બે નહીં પરંતુ પૂરા 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. છેલ્લા એક દાયકામાં કેટલી હસ્તીઓને ભારત રત્ન અપાયા છે તેની યાદી.....
1. પૂર્વ પ્રધાનમંત્રી પી વી નરસિંહા રાવ- 2024
2. પૂર્વ PM ચૌધરી ચરણ સિંહ- 2024
3. લાલકૃષ્ણ અડવાણી- 2024
4. એમએસ સ્વામીનાથન- 2024
5. કર્પૂરી ઠાકુર- 2024
6. નાનાજી દેશમુખ- 2019
7. ભૂપેન્દ્રકુમાર હજારિકા- 2019
8. પ્રણવ મુખરજી- 2019
9. પંડિત મદન મોહન માલવીય- 2015
10 અટલ બિહારી વાજપેયી- 2015
અત્રે જણાવવાનું કે ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. તેની સ્થાપના વર્ષ 1954માં કરવામાં આવી હતી અને આ પુરસ્કાર લોકોને તેમની અસાધારણ જાહેર સેવા અને સાહિત્ય, વિજ્ઞાન અને કળા જેવાકોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્તરના પ્રદર્શન માટે આપવામાં આવે છે. વર્ષ 2019 સુધી ભારતમાં 48 લોકોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવેલા છે. જો મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન જે નામ જાહેર કરાયા છે તે 5 હસ્તીઓના નામને જોડીએ તો તેની સંખ્યા 53 થાય છે.
આજે આ 3 નામની જાહેરાત
પીએમ મોદીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પૂર્વ ટ્વિટર) પર ટ્વીટ કરીને કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ, પી વી નરસિંહારાવ, અને મશહૂર વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે