વર્ષ 2024 માટે ભારતના આ સંતની ચોંકાવનારી ભવિષ્યવાણી, બધુ થઈ જશે ખેદાનમેદાન!

Bhavishya Malika Puran 2024 Predictions:   ભારતના ભવિષ્યવક્તા સંત અત્યુતાનંદ દાસે નવા વર્ષને લઈને કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે જેમાં આવનારા વર્ષમાં ભારત પર અનેક સંકટ આવી શકે છે. 

વર્ષ 2024 માટે ભારતના આ સંતની ચોંકાવનારી ભવિષ્યવાણી, બધુ થઈ જશે ખેદાનમેદાન!

Bhavishya Malika Puran 2024 Predictions: ભારતના ભવિષ્યવક્તા સંત અચ્યુતાનંદ દાસ અને ફ્રાન્સના ભવિષ્યવક્તા નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણી સહિત અન્ય ભવિષ્યવક્તા બાબા વેંગા દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ ઘણી પ્રખ્યાત થઈ છે. નવું વર્ષ નજીક છે ત્યારે આ ભવિષ્યવક્તા દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ પુસ્તકોમાંથી કાઢીને હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકોએ વર્ષ 2023 માટે જે ભવિષ્યવાણીઓ કરી હતી તે સાચી પડી છે. જેના કારણે આ લોકોએ આવનારા વર્ષ 2024 માટે શું ભવિષ્યવાણીઓ કરેલી છે. 

દુનિયા માટે વર્ષ 2024માં ઘટનારી ઘટનાઓની ભવિષ્યવાણીઓ
- વર્ષ 2024માં એક વિશાળ ધૂમકેલુ પૃથ્વીની સૌથી નજીક આવશે.
- વર્ષ 2024માં ભીષણ પૂર આવશે, જે દુનિયામાં તબાહી મચાવશે. 
- વર્ષ 2024માં અત્યાર સુધીનો સૌથી મોટો ભૂકંપ આવવાનો છે. 
- વરષ 2024માં કેટલાક દેશોમાં ગૃહયુદ્ધ કે વિદ્રોહ થઈ શકે છે. 

બાબા વેંગાની ભવિષ્યવાણી
વર્ષ 2024 અંગે બાબા વેંગાનું કહેવું છે કે બહુ જલદી ચીન દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બની જશે. આ ફેરફારથી વર્ષ 2024માં ધરતીના હવામાન પર ખરાબ અસર પડશે. જેનાથી પારો એકદમ બગડી જશે. જેના કારણે ઠંડી જગ્યા ગરમ અને ગરમ જગ્યા ઠંડી થઈ શકે છે. આવનારા વર્ષમાં ગ્લેશિયલ પીગળવા માંડશે. જેના કારણે સમુદ્ર કિનારે વસેલા શહેરો જળમગ્ન થશે. 

નાસ્ત્રેદેમસની ભવિષ્યવાણી
1. ભવિષ્યવાણી મુજબ 2020થી 2025 વચ્ચે કઈક મોટું થશે. વર્ષ 2025 સુધી સંપૂર્ણ દુનિયા વન વર્લ્ડ, વન અર્થ એટલે કે માનવ સભ્યતા સંપૂર્ણ રીતે એક સત્તામાં આવી જશે. 
2. વર્ષ 2024માં ભારતમાં એવી અનેક ચીજોની શોધ થશે જે માનવ જીવન માટે ખુબ મહત્વપૂર્ણ હશે. તેનાથી માનવ ભવિષ્યમાં થનારી ચીજો વિશે પહેલેથી જાણી લેશે. 
3. ભારતમાં રહસ્યમય લોકોનું આગમન થશે. એવું કહેવાય છે કે હિમાલયમાં તપસ્યા કરી રહેલા એવા સંતોનું આગમન થશે જે ચમત્કારિક અને રહસ્યમય છે. આ લોકો હજારો વર્ષોથી જીવતા છે. 

ભારતના ભવિષ્યવક્તાની ભવિષ્યવાણી
1. સંત અત્યુતાનંદ દાસના જણાવ્યાં મુજબ ધરતી 3 તબક્કામાંથી પસાર થઈ રહી છે. પહેલો યુગ કલયુગનો અંત થશે, બીજો મહાવિનાશ થશે અને ત્રીજો એક નવો યુગ આવશે. જે સમયે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારતમાંથી સંકટ  દૂર થશે. 
2. આવનારા વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. ખેડૂતો ખેતી બંધ કરી દેશે. જંગલી જાનવરો શહેર અને ગામડાઓ પર હુમલો કરવાનું શરૂ કરી દેશે. 
3. વર્ષ 2024માં ધરતીની ધૂરી બદલાશે, જેનાથી એક પછી એક  ભૂકંપ આવશે. 
4. સંત અચ્યુતાનંદ દાસના જણાવ્યાં મુજબ 2025 બાદનો સમય ખુબ ખરાબ હશે. આ સમયે એ જ લોકો બચશે જે ધર્મ અને સત્યના રસ્તે ચાલશે. 
5. આકાશમાં બે સૂરજ નીકળતા જોવા મળશે. (અત્રે જણાવવાનું કે હાલમાં જ કોલંબિયાના એક ગામમાં અચાનક એક સાથે બે સૂરજ જોવા મળ્યા હતા. જેને જોઈને  લોકો  હેરાન થયા હતા. આ  કોન્સિપેરી થ્યોરિસ્ટ્સ મુજબ છે.) એક સૂર્ય હશે અને બીજો આકાશી પિંડ હશે. આ પિંડ બંગાળની ખાડીમાં પડશે, જે  ઓડિશાને જળમગ્ન કરશે. 
6. એવું કહેવાય છે કે સમુદ્રનું જળસ્તર વધશે અને જગન્નાથ મંદિરની 22મી સીડી સુધી પાણી પહોંચશે. એક બાજુ કુદરતી આફતો હશે તો બીજી બાજુ મહાયુદ્ધ હશે. ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી થશે. ભવિષ્યવાણી મુજબ લોકો કીડા મકોડાની જેમ મરશે અને દુનિયાની જનસંખ્યા 64 કરોડ જેટલી રહી જશે. 
7. ધરતી પર આવનારી  કુદરતી આફતોના કારણે 7 દિવસ અંધારુ રહેશે. ભવિષ્યવાણીમાં કહેવાયું છે કે આ બધી ઘટનાઓ 2022થી 2029 વચ્ચે થશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news