Bhopal: દુર્ગા વિસર્જન દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને કચડી નાખ્યા, ઘટનાનો હચમચાવી નાખે તેવો Video સામે આવ્યો

છત્તીસગઢના જશપુર જિલ્લાના પત્થલગાંવમાં દુર્ગા પ્રતિમા વિસતર્જ દરમિયાન કારથી કચડવાની ઘટના બાદ હવે તાજો મામલો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળ્યો છે.

Bhopal: દુર્ગા વિસર્જન દરમિયાન પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને કચડી નાખ્યા, ઘટનાનો હચમચાવી નાખે તેવો Video સામે આવ્યો

Bhopal: છત્તીસગઢના જશપુર જિલ્લાના પત્થલગાંવમાં દુર્ગા પ્રતિમા વિસતર્જ દરમિયાન કારથી કચડવાની ઘટના બાદ હવે તાજો મામલો મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં જોવા મળ્યો છે. દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન એક કાર પૂરપાટ ઝડપે ભીડમાં ઘૂસી ગઈ અને ત્યારબાદ મચેલી ભાગદડથી બચવા માટે ડ્રાઈવરે કાર રિવર્સમાં લીધી અને  ભાગી ગયો. બજરિયા વિસ્તારમાં રાતે સવા અગિયાર વાગે ઘટેલી આ દુર્ઘટનામાં 7 લોકો ઘાયલ થયા જેમાંથી 3ની હાલત ગંભીર છે. 

મળતી માહિતી મુજબ આ ઘટના ભોપાલ રેલવે સ્ટેશન નજીક બજરિયા ત્રણ રસ્તે ઘટી. જ્યાં મોડી રાતે દુર્ગા પ્રતિમાનું વિસર્જન થવાનું હતું. દુર્ગા પ્રતિમાના વિસર્જન માટે કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી હતી. સમારોહ ચાલુ હતો અને એક કાર અચાનક ભીડ વચ્ચે ઘૂસી ગઈ. દોડાદોડી મચતા આ પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે ગાડી રિવર્સમાં લઈને  ભાગવાનો પ્રયત્ન કર્યો. તે વખતે એક બાળક પણ કારના પૈડા નીચે આવી ગયું હતું. 

— ANI (@ANI) October 17, 2021

જો કે સદનસીબે કારના પૈડા નીચે આવી ગયેલા બાળકને આસપાસ હાજર લોકોએ અફરાતફરીમાં સારવાર માટે તેને હોસ્પિટલ પહોંચાડ્યું અને સારવાર બાદ તેને રજા આપી દેવાઈ છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં એક કાર રિવર્સ થતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે કારમાં બેથી ત્રણ લોકો સવાર છે. લોકો અકસ્માત સર્જનારા કારના ચાલકને પકડવા માટે ભાગ્યા પરંતુ મારતી કારે તે ભાગી ગયો. ગુસ્સે  ભરાયેલી ભીડે હંગામો શરૂ કરી દેતા સ્થિતિ વણસી. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો. 

ડીઆઈજી ઈરશાદ અલીએ કહ્યું કે દુર્ગા પ્રતિમા વિસર્જન જૂલુસ જ્યારે ભોપાલ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક સામેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ચાંદબડ તરફથી એક પૂરપાટ ઝડપે કાર લોકોને ટક્કર મારતા જૂલુસમાં ઘૂસી ગઈ. ત્યારબાદ ડ્રાઈવરે સ્પીડમાં જ કારને રિવર્સ કરી અને કેટલાક લોકો તેની ઝપેટમાં આવી ગયા. ટીઆઈ ઉમેશ યાદવે જણાવ્યું કે 3 યુવક રોશન શાક્ય, એક સાહૂ અને સુરેન્દ્રની હાલત ગંભીર છે. હોસ્પિટલમાં હાલ તેઓ સારવાર હેઠળ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news