Bijapur Encounter: નક્સલીઓ સાથે અથડામણ બાદ 21 જવાન ગૂમ, 6 જવાન થયા શહીદ 

છત્તીસગઢ (Chhattisgrh) ના બીજાપુરમાં નક્સલીઓ (Naxals)  સાથે શનિવારે થયેલી અથડામણ (Encounter) માં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે 30 જેટલા જવાન ઘાયલ થયા છે. હવે એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે આ અથડામણમાં લગભગ 15 જેટલા જવાનો ગૂમ છે. 

Bijapur Encounter: નક્સલીઓ સાથે અથડામણ બાદ 21 જવાન ગૂમ, 6 જવાન થયા શહીદ 

બીજાપુર: છત્તીસગઢ (Chhattisgrh) ના બીજાપુરમાં નક્સલીઓ (Naxals)  સાથે શનિવારે થયેલી અથડામણ (Encounter) માં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે 30 જેટલા ઘાયલ થયા છે. હવે એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે આ અથડામણમાં લગભગ 21 જેટલા જવાનો ગૂમ છે. 

ગૂમ થયેલા જવાનોની શોધ માટે અથડામણવાળી જગ્યાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજ્યના નક્સલ વિરોધી અભિયાનના DIG ઓપીલ પાલે જણાવ્યું કે શુક્રવાર રાતે બીજાપુર અને સુકમા જિલ્લાથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના કોબ્રા બટાલિયન, ડીઆરજી અને એસટીએફની જોઈન્ટ ટીમનને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે નક્સલ વિરધી અભિયાનમાં બીજાપુર જિલ્લાના તર્રેમ, ઉસૂર અને પામેડથી અને સુકમા જિલ્લાના મિનપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જવાનો સામેલ હતા. 

— ANI (@ANI) April 4, 2021

પોલીસ અધિકારીએ જણાવ્યું કે શનિવારે બપોરે લગભગ 12 વાગે બીજાપુર-સુકમા જિલ્લાની સરહદ પર સુકમા જિલ્લાના જગરગુંડા પોલીસ મથક હદમાં જોનાગુડા ગામ નજીક નક્સલીઓની પીએલજીએ બટાલિયન અને તર્રેમના સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. અથડામણ ત્રણ કલાકથી પણ વધુ સમય સુધી ચાલી. 

આ અથડામણમાં કોબરા બટાલિયનનો એક જવાન, બસ્તરિયા બટાલિયનના બે જવાન અને ડીઆરજીના બે જવાન શહીદ થયા છે. 30 જેટલા ઘાયલ જવાનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 23 જવાનોને બીજાપુર હોસ્પિટલ અને 7 જવાન રાયપુર ખાતે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે ઘટનાસ્થળેથી એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. 

બસ્તરના આઈજી પી સુંદરરાજે જણાવ્યું કે પ્રાથમિક સૂચના મુજબ ઓછામાં ઓછા 9 નક્સલીઓ ઠાર થયા છે. જ્યારે 15થી વધુ ઘાયલ છે. જો કે હજુ પુષ્ટિ કરવામાં સમય જશે. પરંતુ અમારી જાણ મુજબ ત્યાં 250 નક્સલીઓ હાજર હતા. 

આ ઘટના અંગે પીએમ મોદીએ પણ વ્યક્ત કરી સંવેદના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાનોની શહાદત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન ક્યારેય ભૂલી શકાશે નહી. ટ્વીટ કરીને તેમણે લખ્યું કે મારી સંવેદનાઓ છત્તીસગઢમાં શહીદ થયેલા જવાનોના પરિજનો સાથે છે. વીર શહીદોનું બલિદાન ક્યારેય ભૂલાવી શકાશે નહીં. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news