Drugs Case: નવાબ મલિકના સમીર વાનખેડે પર 26 નવા આરોપ, જ્યારે સ્ટિંગ ઓપરેશનથી સામે આવી આ ચોંકાવનારી વાત

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. કેસમાં સાક્ષી એવા પ્રભાકર સાઈલ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે  આ મામલે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે.

Drugs Case: નવાબ મલિકના સમીર વાનખેડે પર 26 નવા આરોપ, જ્યારે સ્ટિંગ ઓપરેશનથી સામે આવી આ ચોંકાવનારી વાત

મુંબઈ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. કેસમાં સાક્ષી એવા પ્રભાકર સાઈલ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે  આ મામલે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. જેમા જણાવવામાં આવી રહ્યું છે કે પ્રભાકર સાઈલે પૈસા લઈને આ કામ કર્યું છે. જો કે Zee 24 કલાક આ સ્ટિંગની પુષ્ટિ કરતું નથી. 

ભાજપના નેતાએ શેર કર્યો સ્ટિંગ ઓપરેશનનો વીડિયો
સ્ટિંગ ઓપરેશનનો વીડિયો ભાજપના નેતા મોહિત કંબોજ (Mohit Kamboj) એ ટ્વિટર પર શેર કર્યો છે અને લખ્યુ છે, નોટરી રામજી ગુપ્તાનું સ્ટિંગ ઓપરેશન. રામજીએ કહ્યું કે 'પ્રભાકર સાઈલે કિરણ ગોસાવી પાસેથી પેસા માટે આ બધુ કર્યું છે. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મિયા નવાબ અને મનોજ તેની પાછળ છે.'

સ્ટિંગ ઓપરેશનમાં શું છે?
મોહિત કંબોજે દાવો કર્યો છે કે આ સ્ટિંગ નોટરી રામજી ગુપ્તા છે. જેઓ કહી રહ્યા છે કે કિરણ ગોસાવી પાસે પ્રભાકર સાઈલે પૈસા માંગ્યા હતા કારણ કે તેના ત્યાં તે બોડીગાર્ડ હતો અને તેને લઈને આ બધુ થયું છે. 

— Mohit Bharatiya ( Mohit Kamboj ) (@mohitbharatiya_) October 26, 2021

એનસીપી નેતા નવાબ મલિકનો નવો દાવો
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકે ટ્વીટ કરીને એક નવો લેટર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે એનસીબીના એક અધિકારીએ તેમને આ પત્ર આપ્યો છે. તેમણે સમીર વાનખેડે અને તેમની ટીમ પર 26 આરોપ લગાવ્યા છે. લેટર શેર કરતા નવાબ મલિકે કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે હું આ પત્ર ડીજી નાર્કોટિક્સને ફોરવર્ડ કરી રહ્યો છું અને તેમને  ભલામણ કરું છું કે આ પત્રને સમીર વાનખેડે પર થઈ રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે.  લેટરમાં દાવો કરાયો છે કે સમીર વાનખેડે અને તેમની ટીમે લોકોના ઘરોમાં તલાશી દરમિયાન ડ્રગ્સ રાખીને ખોટા કેસ બનાવ્યા. 

— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 26, 2021

નકલી સર્ટિફિકેટ પર સમીરે નોકરી મેળવી
નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેએ નકલી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવી છે અને કોઈ દલિતનો હક છીનવ્યો છે. અમે તે દલિતને તેનો અધિકાર અપાવીને રહીશું. પ્રેસ કોન્ફરન્સમાં નવાબ મલિકે કહ્યું કે નકલી દસ્તાવેજ બનાવીને કોઈ વ્યક્તિ શિડ્યૂલ કાસ્ટના કોટામાં જો નોકરી મેળવે અને કોઈ ગરીબનો હક મારવામાં આવી રહ્યો છે તો આ લડાઈને લઈને આગળ વધવું પડશે. 

તેમણે વધુમાં કહ્યું કે મુંબઈમાં કોઈ પણ વ્યક્તિનું બર્થ સર્ટિફિકેટ ઓનલાઈન સર્ચ કરી શકાય છે. સમીર વાનખેડેની બહેન યાસ્મીનનું બર્થ સર્ટિફિકેટ પણ ઓનલાઈન અવેલેબલ છે. પરંતુ સમીર વાનખેડેનું નથી. અમે ખુબ સર્ચ કર્યું પરંતુ મળ્યું નહીં. શિડ્યૂલ કાસ્ટ સર્ટિફિકેટ વેલિડિટી કમિટી પાસે આ મામલો લઈ જઈને તેની તપાસ થવી જોઈએ. હું પહેલા દિવસથી કહુ છું કે એનસીબીમાં વસૂલી થઈ છે. માલદીવમાં પણ વસૂલી થઈ છે. મોટા પાયે પૈસા બનાવવામાં આવ્યા છે. 

નવાબ મલિકે પહેલા લગાવ્યો હતો ધર્મ બદલવાનો આરોપ
આ અગાઉ એનસીપી નેતા નવાબ મલિકે સમીર વાનખેડે પર નકલી કાસ્ટ સર્ટિફિકેટ દેખાડીને આઈઆરએસ અધિકારી બનવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે એનસીબી અધિકારી સમીર વાનખેડે મુસ્લિમ છે અને તેનું અસલ નામ સમીર દાઉદ વાનખેડે છે. નવાબ મલિકે બર્થ સર્ટિફિકેટ જેવો દેખાતો એક ડોક્યૂમેન્ટ પણ શેર કર્યો અને લખ્યું હતું કે સમીર દાઉદ વાનખેડે નો ફ્રોડ અહીંથી શરૂ થયું. 

સમીર વાનખેડેએ પણ આપ્યો જવાબ
એનસીબી ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ પણ નવાબ મલિકના આરોપ પર જવાબ આપ્યો હતો. એક પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું કે મારા ધ્યાનમાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર મારા સંબંધિત કેટલાક ડોક્યૂમેન્ટ શેર કર્યા અને લખ્યું કે સમીર દાઉદ વાનખેડેનો ફ્રોડ અહીંથી શરૂ થયું.

તેમણે કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે મારા પિતા જ્ઞાનદેવ કચરુજી વાનખેડે(Dnyandev Kachruji Wankhede) 30.06.2007 ના રોજ રાજ્ય આબકારી વિભાગ, પુણેના વરિષ્ઠ પોલીસ અધિક્ષકના પદેથી રિટાયર થયા હતા. મારા પિતા એક હિન્દુ છે અને મારા સ્વર્ગીય માતા ઝહીદા એક મુસ્લિમ હતા. હું ધર્મનિરપેક્ષ પરિવાર સાથે  સંબંધ ધરાવું છું અને મને મારા વારસા પર ગર્વ છે. મે ડો.શબાના કુરૈશી સાથે 2006માં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ લગ્ન કર્યા હતા. અમે બંનેએ વર્ષ 2016માં સિવિલ કોર્ટના માધ્યમથી તલાક લીધા અને વર્ષ 2017ના અંતમાં મે ક્રાંતિ દીનાનાથ રેડકર સાથે લગ્ન કર્યા. 

સમીર વાનખેડેએ કહ્યું કે ટ્વિટર પર મારા અંગત દસ્તાવેજોનું પ્રકાશન માનહાનિ છે અને મારી પરિવારિક ગોપનિયતા પર બિનજરૂરી આક્રમણ છે. તેનો હેતુ મારા, મારા પરિવાર, મારા પિતા અને મારી દિવંગત માતાને બદનામ કરવાનો છે. છેલ્લા કેટલાક દિવસોમાં માનનીય મંત્રીજીના કૃત્યોએ માર અને મારા પરિવાર પર માનસિક તથા ભાવનાત્મક દબાણ નાખ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news