અયોધ્યામાં રામ મંદિર માટે વધારે એક બલિદાનની જરૂર : વિનય કટિયાર
અયોધ્યા હિંદી નવવર્ષની પુર્વ સંધ્યાએ શ્રીરામ કોટીની પરિક્રમા કરવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીનાં ફાયર બ્રાંડ નેતા કટિયારનું મહત્વનું નિવેદન
- ભાજપ નેતા વિનય કટિયારનાં નિવેદન અંગે વિવાદ ચાલુ થઇ શકે છે
- રામ મંદિરનાં નિર્માણ માટે વધારે એક બલિદાનની જરૂરિયાત છે
- અયોધ્યા જમીન વિવાદનો મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે
Trending Photos
ફૈઝાબાદ : અયોધ્યા હિન્દી નવવર્ષની પુર્વ સંધ્યાએ શ્રીરામ કોટિની પરિક્રમા કરવા માટે પહોંચેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં ફાયરબ્રાંડ નેતા વિનય કટિયારે રામ મંદિર મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. વિનય કટિયારે કહ્યું કે, અયોધ્યામાં રામનું મંદિર બનવું જોઇએ. રામ મંદિર માટે વધારે એક બલિદાન જોઇએ. વિનય કટિયાર આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. સાથે જ કેન્દ્ર અને ઉત્તરપ્રદેશમાં ભાજપની સરકાર છે. વિનય કટિયારે મંચ પરથી સાધુ સંતોની સાથે વાતચીતને મહત્વની ગણાવી છે.
વિનય કટિયારે કહ્યું કે, મુલાયમ સિંહની સરકારમાં અયોધ્યા રક્ત રંજીત થઇ હતી. મુલાયમે સ્વિકાર પણ કર્યો છે. હવે આપણે બધાએ વધારે એક બલિદાનની તૈયારી કરવી જોઇએ. ભાજપ નેતાએ કહ્યું કે, અયોધ્યાનો જમીન વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે, તે અંગે શું ચુકાદો આવશે કે નહી તે કોઇ નથી જાણતું, જો કે આટલા બધા લોકોનું બલિદાન થયું છે તે નિર્ણય છે. અમે મથુરા અને કાશીની વાતો નથી કરી રહ્યા. મુગલોએ ઘણા સ્થળો પર તોડફોડ કરીને અપમાનિત કામ કરવા માટે કહ્યું છે.
આપણે સંકલ્પ લેવો પડશે કે જ્યાં સુધી મંદિર નિર્માણ ન થાય ત્યાં સુધી શાંતિથી નહી બેસીએ. વિનય કટિયારે અયોધ્યા મુદ્દે સુલહની પહેલ કરનારા લોકો પણ શાબ્દિક પ્રહાર કર્યો હતો. જે લોકોને અયોધ્યા મુદ્દે કોઇ જ લેવા દેવા નથી તેઓ નવી નવી ફોર્મ્યુલા લઇને આવી રહ્યા છે. અયોધ્યા રામ મંદિરની આસપાસ કોઇ પ્રકારની મસ્જીદ સ્વિકાર્ય નથી. મને આશા છે કે, 2019-20માં ભવ્ય રામ મંદિરનાં નિર્માણનું કાર્ય ચાલુ થશે. પત્થરો ઘડાવાનાં ચાલુ થઇ ચુક્યા છે, જે દિવસે કોર્ટનો ચુકાદો આવશે તો રામ મંદિરનું નિર્માણ ચાલુ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે