VIDEO મંદસૌર: બાળકીના રેપ ઉપર પણ રાજકારણ, આ બે નેતાઓની હરકત જાણીને ઉકળી જશો
Trending Photos
મધ્ય પ્રદેશના મંદસૌરમાં 7 વર્ષની માસૂમ બાળકી પર આચરવામાં આવેલી બાર્બરતા અંગે કોઈ કઠણ કાળજાનો વ્યક્તિ પણ જાણે તો કાંપી જાય. આજે દેશમાં જ્યાં ઘટના અંગે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે અને આરોપીઓને ફાંસીની સજાની માગણી કરવામાં આવી રહી છે ત્યાં બીજી બાજુ આ ઘટના પર રાજકીય નેતાઓ જે રીતે શરમજનક રાજકારણ ખેલી રહ્યાં છે અત્યંત હ્રદયદ્રાવક છે.
શુક્રવારે જ્યારે મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથે રેપની ઘટનાના વિરોધમાં રસ્તા પર જનાક્રોશ જોવા મળી રહ્યો હતો ત્યારે ભાજપના વિસ્તારના સાંસદ સુધીર ગુપ્તા પીડીત બાળકીની તબિયતની જાણકારી મેળવવા ઈન્દોરના એમવાય હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હોસ્પિટલમાં બાળકીનો પરિવાર પણ હતો. સાંસદે ડોક્ટરો પાસેથી બાળકી અંગે જાણકારી મેળવ્યા બાદ માતા-પિતા સાથે પણ મુલાકાત કરી.
હોસ્પિટલમાં આ દરમિયાન સાંસદ સુધીર ગુપ્તા સાથે ઈન્દોરના ભાજપના વિધાયક સુદર્શન ગુપ્તા પણ હાજર હતાં. એક બાજુ જ્યાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા બાળકીને ન્યાય અપાવવાના દાવા કરી રહ્યાં હતાં ત્યાં હોસ્પિટલ જઈને આ વિધાયક અને સાંસદ રાજકારણ ખેલી રહ્યાં હતાં.
એવો આરોપ છે કે ભાજપના સાંસદે જ્યારે પીડિત પરિવાર સાથે મુલાકાત કરી ત્યારે ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ આ માટે તેમને આભાર માનવા જણાવ્યું હતું. સુદર્શન ગુપ્તાએ બાળકીના માતાપિતાને કહ્યું કે મંદસૌરના સાંસદ મહોદયનો તેઓ આભાર માને કારણ કે તેઓ તેમને મળવા હોસ્પિટલ સુધી આવ્યાં છે.
આ બાળકીના માતા પિતાએ સાંસદ સુધીર ગુપ્તા સામેં હાથ પણ જોડ્યા. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ કહ્યું કે 'સાંસદજીનો આભાર માનો, સ્પેશિયલ તમારા માટે આવ્યાં છે.'
અત્રે જણાવવાનું કે મંગળવારે મંદસૌરમાં એક સાત વર્ષની બાળકનું શાળા પાસેથી અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેના પર ગેંગરેપ થયો હોવાનું કહેવાય છે. બાળકીની હાલત એટલી નાજૂક છે કે તે હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. લોકોનો આક્રોશ છે અને આરોપીઓને ફાંસીની સજા આપવાની માગણી થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે