UP: BJP એ જાહેર કરી મોસ્ટ અવેટેડ યાદી, લખનઉ કેન્ટથી આ ઉમેદવારને મળી ટિકિટ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની બેઠકો માટે ચોથા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેના માટે 3 ફેબ્રુઆરી સુધી જ ઉમેદવારી પત્રો ભરી શકાશે. એવામાં સમગ્ર રાજ્યમાં લખનઉની કોઇ બેઠકની સૌથી વધુ ચર્ચા હોય તો તે લખનઉ કેન્ટ છે.

UP: BJP એ જાહેર કરી મોસ્ટ અવેટેડ યાદી, લખનઉ કેન્ટથી આ ઉમેદવારને મળી ટિકિટ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની બેઠકો માટે ચોથા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેના માટે 3 ફેબ્રુઆરી સુધી જ ઉમેદવારી પત્રો ભરી શકાશે. એવામાં સમગ્ર રાજ્યમાં લખનઉની કોઇ બેઠકની સૌથી વધુ ચર્ચા હોય તો તે લખનઉ કેન્ટ છે. લખનઉની બેઠકો માટે ભાજપમાં ઘણા દિવસોથી ખેંચતાણ ચાલી રહી હતી. કોંગ્રેસ અને બસપાએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. એવામાં મંગળવારે મોડી સાંજ સુધી ભાજપે તેની મોસ્ટ અવેટેડ લિસ્ટ પણ બહાર પાડી છે. આ યાદી (Most Awaited List) માં 17 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ ઉમેદવારોને મળી ટિકિટ
સરોજિનીનગરથી રાજેશ્વર સિંહને ટિકિટ

લખનઉ કેન્ટથી બ્રિજેશ પાઠક

લખનઉ સેન્ટ્રલ રજનીશ ગુપ્તા

લખનઉની બક્ષી કી તાલાબ સીટ પરથી યોગેશ શુક્લા

લખનઉ પૂર્વથી આશુતોષ ટંડન

લખનઉ પશ્ચિમથી અંજની શ્રીવાસ્તવ

જુઓ સંપૂર્ણ યાદી


આ મોટા નામોની છુટ્ટી
ઉલ્લેખનીય છે કે, યુપીના ઘણા નેતાઓ આ લિસ્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પાર્ટીએ યુપી સરકારના મંત્રી સ્વાતિ સિંહની ટિકિટ પણ કાપી નાખી છે. આ વખતે બ્રિજેશ પાઠકે બેઠક બદલી છે. ખાસ વાત એ છે કે પાર્ટીએ ઘણા દિવસોથી લખનઉ કેન્ટથી દાવેદારી કરી રહેલા રીટા બહુગુણા જોશીના પુત્રને ટિકિટ આપી નથી. આ બેઠક માટે રીટા બહુગુણા જોશી પોતાનું કેન્દ્રનું પદ છોડવા તૈયાર હતા.

લખનઉની સીટોમાં ફસાયો હતો પેચ
તમને જણાવી દઈએ કે લખનઉ (UP Assembly Elections 2022) ની ટિકિટ માટે ભાજપ (Lucknow Assembly Constituency) માં જબરદસ્ત સમસ્યા સર્જાઈ હતી. આ બેઠકો માટે દિલ્હી દરબારમાં કેટલાય દિવસોથી મંથન ચાલી રહ્યું છે. આ યાદીમાં ઘણા નામો બદલાયા છે. ખાસ વાત એ છે કે લખનઉનું અડધું શહેર અને અડધું ગ્રામીણ ગણાતી સરોજિનીનગર સીટ પર પતિ-પત્નીની દાવેદારીએ રણનીતિકારો માટે ઘણી મુશ્કેલી ઊભી કરી હતી. એટલા માટે પાર્ટીએ બંનેને ટિકિટ આપી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news