સલમાનનાં વકીલોની તે દમદાર દલીલો જેનાં કારણે તેને મળ્યા જામીન
સલમાનનાં વકીલે સુનવણી દરમિયાન સલમાન ખાનનાં વકીલ મહેશ બોરા અને હસ્તીમલ સારસ્વતને કોર્ટમાં દલીલ કરી કે સલમાન ખાન નિર્દોષ છે અને તેને ખોટો ફસાવવામાં આવ્યો છે.
- સલમાનનાં આર્મ્સ એક્ટનો હવાલો પણ ટાંક્યો હતો
- મુક્તી સુધી સલમાનને જેલમાં જ રહેવા દેવો યોગ્ય
- સલમાન નિર્દોષ છે તેને ખોટો ફસાવાયો: બચાવ પક્ષ
Trending Photos
નવી દિલ્હી : કાળા હરણ શિકાર મુદ્દે 5 વર્ષની સજા મળ્યા બાદ સલમાન ખાન દ્વારા સત્ર કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જર્મીન પર સુનવણી દરમિયાન બંન્નેએ દમદાર દલીલો કરી હતી. જ્યાં એખ તરફ સરકારી વકીલે જિલ્લા અને સત્ર કોર્ટમાં સુનવણી દરમિયાન તેની જામીન અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે, સલમાન ખાન કોર્ટનાં ગુનેગાર છે. બીજી તરફ સલમાનનાંવકીલોની તરફથી પણ જામીનનાં મુદ્દે મજબુતો દલીલો આપવામાં આવી, ત્યાર બાદ કોર્ટે સલમાન ખાન દ્વારા દાખલ જામીન અરજી પર બપોરે 2 વાગ્યા સુધી પોતાનો ચુકાદો સુરક્ષીત કરી લીધો હતો, જો કે ત્યાર બાદ તેમને જામીન પર મુક્ત કરવા માટેનાં આદેશ કોર્ટે આપ્યા હતા.
બીજી તરફ સલમાનનાંવકીલ સુનવણી દરમિયાન સલમાન ખાનનાં વકીલ મહેશ બોરાએ હસ્તીમલ સારસ્વતે કોર્ટમાં દલીલ કરી કે સલમાન ખાન નિર્દોષ છે અને તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ સાથે જ તેમણે સલમાનનાં આર્મ્સ એક્ટમાં મુક્ત કરવાનાં મુદ્દાનો હવાલો પણ ટાંક્યો હતો. સલમાને વકીલોની તરફથી દલીલ આપવામાં આવી કે, સલમાનની દરેક સુનવણી અંગે કોર્ટમાં હાજર રહ્યા. તેમને કઇ કેસમાં જામીન પણ મળ્યા. તેમણે ક્યારે પણ જામીનનો દુરૂપયોગ નથી કર્યો.
મુક્તિ સુધી તે જેલમાં રહે તે જ યોગ્ય : સરકારી વકીલ.
જિલ્લા સત્ર ન્યાયાધીશ રવિન્દ્ર કુમાર જોશીની કોર્ટમાં સુનવણી દરમિયાન સરકારી વકીલે સલમાનને જામીન આપવાની દલીલનો વિરોધ કર્યો. સરકારી વકીલે સલમાનની જામીન અર્જીનો વિરોધ કરતા કહ્યું કે, સલમાન આદતીય ગુનેગાર છે, તેનાં કેસમાં પુરતા પુરાવા છે અને તેની મુક્તિ ન થાય ત્યાં સુધી તે જેલમાં જ રહે તે યોગ્ય રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે