9 વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ન હતા શારીરિક-સંબંધ, આ આધારે કોર્ટે આપ્યા તલાક

મહિલા સાથે છેતરીને લગ્ન કરવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ એક અરજી પર સુનાવણી કરતાં તેને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે થોડા દિવસો અગાઉ કોર્ટ કોલ્હાપુરના એક દંપત્તિના મામલે સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદૃલા ભાટકરે કહ્યું કે આ મામલામાં લગ્નના 9 વર્ષ વિતી ગયા હોવાછતાં દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ હોવાનો કોઇપણ પુરાવો નથી. જેના કારણે તેને રદ કરવામાં આવે છે. 
9 વર્ષ સુધી પતિ-પત્ની વચ્ચે ન હતા શારીરિક-સંબંધ, આ આધારે કોર્ટે આપ્યા તલાક

મુંબઇ: મહિલા સાથે છેતરીને લગ્ન કરવાના મામલે બોમ્બે હાઇકોર્ટમાં દાખલ એક અરજી પર સુનાવણી કરતાં તેને રદ કરવાનો નિર્ણય સંભળાવ્યો છે. જોકે થોડા દિવસો અગાઉ કોર્ટ કોલ્હાપુરના એક દંપત્તિના મામલે સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ મૃદૃલા ભાટકરે કહ્યું કે આ મામલામાં લગ્નના 9 વર્ષ વિતી ગયા હોવાછતાં દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ હોવાનો કોઇપણ પુરાવો નથી. જેના કારણે તેને રદ કરવામાં આવે છે. 

શું છે મામલો
ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર 2009માં એક છોકરી અને છોકરાના લગ્ન થયા હતા. જે સમયે લગ્ન થયા તે સમયે છોકરીની ઉંમર 21 વર્ષ હતી, જ્યારે છોકરાની ઉંમર 24 વર્ષ હતી. લગ્ના બીજા દિવસે અરજી દાખલ કરતાં મહિલાએ કહ્યું હતું કે તે વ્યક્તિએ કોરા કાગળ પર સહી કરાવીને છેતરપિંડીથી લગ્ન કર્યા છે. અરજીમાં મહિલાએ કહ્યું હતું કે તે આ લગ્નને સ્વિકારવા માટે તૈયાર નથી, છેતરપિંડી લગ્ન કરવામાં આવ્યા હોવાનો અહેસાસ થતાં તેણે રજિસ્ટ્રારને આ વિશ જાણકારી આપી, મહિલાનું કહેવું છે કે તે આ લગ્નને કાયદાકીય રીતે રદ કરવા માંગે છે.

ટ્રાયલ કોર્ટે રદ કર્યા હતા લગ્ન
કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ મહિલાના લગ્નને ટ્રાયલ કોર્ટે રદ કરી દીધા હતા, પરંતુ જ્યારે મામલો અપીલીય કોર્ટ પહોંચ્યો તો પતિના પક્ષમાં ચૂકાદો સંભળાવતાં કહ્યું કે જ્યારે મહિલા ભણેલી-ગણેલી છે તો તે કેવી રીતે કાગળ પર સહી કરી શકે છે. કોર્ટે મહિલા તરફથી કરવામાં આવતાં વાયદાને નકારી કાઢવામાં આવ્યા હતા.

શારીરિક સંબંધ ન હોવાના કારણે કોર્ટે નકારી કાઢ્યા લગ્ન
બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયના પતિએ કહ્યું હતું કે તે લોકો લગ્ન પછી સાથે રહ્યા હતા અને તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ હતા. પતિએ દાવો કર્યો હતો કે આ દરમિયાન ગર્ભવતી કેમ થઇ, પરંતુ તેણે ગર્ભપાત કરાવે લીધો. જોકે આ સંદર્ભમાં પતિ કોર્ટમાં કોઇ નક્કર પુરાવા રજૂ કરવામાં અસમર્થ રહ્યો. કેસ સુનાવણી કરી રહેલા જજ મૃદૃલા ભાટકરે કહ્યું કે મહિલા દ્વારા કરવામાં આવતા દગાના કોઇ નક્કર પુરાવા મળ્યા નથી અને ના તો તે એ વાતનો કોઇ પુરાવો નથી કે દંપત્તિ વચ્ચે શારીરિક સંબંધ હતા, જેના આધાર પર લગ્નને રદ કરી શકાય છે. કોર્ટે કહ્યું કે લગ્નના સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્યોમાં નિયમિત શારીરિક સંબંધ સામેલ છે. જો કોઇ દંપતિ વચ્ચે એકવાર પણ સંબંધ બાંધવામાં આવે છે તો તેને લગ્ન ગણી શકાય, પરંતુ જો આમ ન થયું હોય તો લગ્ન નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news