Mehsana News: મહેસાણા જિલ્લાના બદલપુરા ગામનો એક પરિવાર યુરોપ જવાની લાલચમાં છેતરપિંડીનો ભોગ બન્યો છે અને હાલમાં લિબિયામાં બંધક બનેલો છે. દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપીને અપહરણકર્તાઓ દ્વારા ખંડણીની માંગણી કરવામાં આવી છે.
Porbandar News: વિદેશ જવાની ચાહમાં આ પ્રકારના એજન્ટ ફ્રોડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. જુઓ કેવી રીતે આ પોરબંદરની છોકરી ઓમાનમાં ફસાય ગઈ.
પાટણના દુદખા ગામે રહેતા અને મજૂરી કામ કરતાં યુવકને 1.96 કરોડનો જીએસટી ભરવાની નોટિસ મળતાં પરિવાર ચોંકી ઉઠ્યું હતું. કર્ણાટકના બેંગલુરુ જીએસટી વિભાગની નોટિસ મળતાં છેતરપિંડી સામે આવી હતી. બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. અલગ અલગ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓના નામે કરોડોનું ટર્ન ઓવર ખૂલ્યું હતું.
હાલમાં એક એરહોસ્ટસે પ્લેનમાં યાત્રિઓ સાથેના જોડાયેલા વ્યવહાર વિશે ચોંકાવનારા રહસ્યો કહ્યા છે. તેમણે જણાવ્યું કે ઘણીવાર યાત્રીઓને પ્લેનના ટોયલેટમાં રોમાન્સ કરતા જોયા છે. આ ઘટના સામાન્ય રીતે માઈલ હાઈ ક્લબના નામથી ઓળખવામાં આવે છે.
Moga Wedding Fraud: આ મામલો પંજાબના જલંધર જિલ્લાના નકોદર તાલુકાના મડિઆલા ગામનો છે. દુબઈમાં નોકરી કરતા દીપક કુમારની સોશિયલ મીડિયા પર એક યુવતી મનપ્રીત કૌર સાથે મિત્રતા થઈ હતી. દીપક અને મનપ્રીત ક્યારેય એકબીજાને મળ્યા ન હતા, બન્નેએ ક્યારેય એકબીજાને જોયા ન હતા, તેમ છતાં બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
લોભિયા હોય ત્યાં ઘૂતારા ભૂખે નથી મરતાં...આ કહેવત આપણે બાળપણથી સાંભળીએ છીએ..કહેવતનો મતબલ પણ સ્પષ્ટ રીતે સમજીએ છીએ...છતાં પણ લોભ અને લાલચમાં ઘણીવાર એવા ફસાઈ જઈએ છીએ કે પાછળથી પછતાવા સિવાય કંઈ રહેતું નથી.
KYC Fraud: KYC એટલે Know Your Customer!KYC એટલે "તમારા ગ્રાહકને જાણો". તે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેનો ઉપયોગ બેંકો અને નાણાકીય સંસ્થાઓ તેમના ગ્રાહકોની ઓળખ ચકાસવા માટે કરે છે. KYC નો હેતુ છેતરપિંડી, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો છે. પરંતુ, તે સ્કેમર્સ દ્વારા અસ્પૃશ્ય રહી નથી. સ્કેમર્સ આનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરે છે. KYC છેતરપિંડી ઘણી રીતે કરવામાં આવે છે. અમે તમને કેટલીક એવી રીતો વિશે જણાવીએ છીએ જેના દ્વારા તમે KYC છેતરપિંડીથી બચી શકો છો.
ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલી બેંકો માંથી છેલ્લા કેટલાક સમયથી લાખો રૂપિયાના ચેકની ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી હતી . વાપી જીઆઇડીસીમાં આવેલી બેંક ઓફ બરોડા માંથી 4 લાખ અને 1 લાખ સહિત ની કિંમતના ચેકો ની ચોરી થઈ હતી.
USB Condom Device: લો આ પાછું નવું આવ્યું યુએસબી કોન્ડોમ! આજકાલ જેને જુઓએ આ કોન્ડોમ પોતાના ખિસ્સામાં લઈને ફરતા થઈ ગયા છે. કારણ જાણીને તમે પણ ચોંકી જશો...
અમેરિકામાં નોકરી અને વિઝા અપાવવાના નામે ઠગાઈ. ખેડાના યુવાને સુરતના 4 લોકો સાથે કરી છેતરપિંડી. પોલીસે કરી આરોપીની ધરપકડ
Call Girl Scam: તમારા નંબર પર વોટ્સએપમાં અલગ અલગ હીરોઈન જેવી લલનાઓ હોટ ફોટા મોકલવામાં આવે છે. રસિયાઓ ફોટો જોઈને, ફોન પર વાતચીત કરીને લપેટાઈ જાય છે.
બોપલ ખાતે અમદાવાદ ગ્રામ્ય એસ.પી ઓમ પ્રકાશ જાટ અને ડીવાયએસપી નીલમ ગોસ્વામીની આગેવાનીમાં તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાહન, મોબાઈલ અને કિંમતી વસ્તુઓની ચોરી થયેલા લોકોને પોતાની વસ્તુઓ પરત આપવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ સાઈબર ક્રાઈમમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે! સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી ગુજરાતમાં થઈ રહી છે કરોડો રૂપિયાની છેતરપિંડી. સરકાર અને સરકારના અધિકારીઓ પણ નથી સુરક્ષિત...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં દેખાતા આ આરોપીઓના નામ ભરતસિંહ જાંટવ, ઈર્શાદ ખાન નિયાઝમોહંમદ મેવ, ઈર્શાદ રુકુમદ્દીન મેવ, સાબીર મેવ, રકીબ મેવ તેમજ મોહમંદ જહાન મેવ છે. આરોપી ઓ રાજસ્થાન અને હરિયાણાના પલવલ અને રહેવાસી છે.
How to Check WhatsApp Spam Link: મોટાભાગના લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ જોતાં આ પ્લેટફોર્મ પણ કૌભાંડીઓથી અછૂત નથી. વોટ્સએપની વધતી જતી લોકપ્રિયતાને જોઈને સ્કેમર્સ લોકો સાથે છેતરપિંડી કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.
સુરત સાયબર સેલે 42 વર્ષીય અમિત પટેલની ધરપકડ કરી છે. જે છૂટક મજૂરી કરે છે અને હાલ અમદાવાદના વસ્ત્રાલ ખાતે રહે છે. ફરિયાદીને શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે એવી લોભામણી વાતો કરી ટ્રેડિંગ વોલેટ જનરેટ કરવા માટે એક લિંક આપી હતી.
ઝોમેટો કંપનીના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી.
વર્ક ઓર્ડરનો ખોટો લેટર બતાવી આરોપીઓએ છેતરપિંડી આચરતા ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા એક આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી વિદેશ ફરાર થઈ ચૂક્યો છે.
શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે સીધેશ્વર એગ્રી એક્ષપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કારીયાણાનો વેપાર કરતા જીતુભાઇ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદીજુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો.
Wedding at Ahmedabad: એક એક યુગલો પાસે સમૂહલગ્ન પેઠે આયોજકે પડ્યાં હતાં 22000 હજાર રૂપિયા. કુલ 2 કરોડ 4 લાખ 86 હજાર જેટલી માતબર રકમ લઈને આ બેજાબાજ રફ્ફુ ચક્કર થવાની ફિરાકમાં હતો. અમદાવાદનો કિસ્સો...
ઈન્સ્ટંટ લોન આપવાનું કહી છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા બને ગઠિયાએ 31 લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. પોલીસની કસ્ટડીમાં દેખાતા આ યુવકનું નામ દિક્ષીત સોની અને ફોટોમાં દેખાતો મોઈન છીપા છે. આ બન્ને આરોપીઓએ જરૂરિયાતમંદ લોકોને ઠગવાનું કામ કર્યું છે.
Weadding: ગુજરાતના પાટનગર ગાંધીનગરના એક બે નહીં પણ ત્રણ-ત્રણ યુવકોને લગ્નનની લાલચ આપી લૂંટેરી દુલ્હન લૂંટી ગઈ. વલસાડની લૂંટેરી દુલ્હનો ગાંધીનગરના ત્રણ યુવકો પાસેથી લગ્ન કરવાનું કહીને લાખો રૂપિયા પડાવી લીધાં. લગ્નના 15 જ દિવસમાં આખુ ઘર સાફ કરીને, તિજોરી પર હાથ ફેરવીને પિયરમાં પરત જતી રહી લૂંટેરી દુલ્હન.