US થી દિલ્હી આવતી ફ્લાઈટનું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડિંગ, ખાસ જાણો કારણ 

Air India Flight: એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટનું સ્વીડનની રાજધાની સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. આ પાછળ ટેક્નિકલ ખામીને કારણભૂત ગણાવવામાં આવી રહી છે. વિમાનમાં સવાર તમામ 300 મુસાફરો હાલ સુરક્ષિત હોવાનું કહેવાય છે. 

US થી દિલ્હી આવતી ફ્લાઈટનું સ્વીડનમાં ઈમરજન્સી લેન્ડિંગ, ખાસ જાણો કારણ 

Air India Flight: એર ઈન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઈટનું સ્વીડનની રાજધાની સ્ટોકહોમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી. આ પાછળ ટેક્નિકલ ખામીને કારણભૂત ગણાવવામાં આવી રહી છે. વિમાનમાં સવાર તમામ 300 મુસાફરો હાલ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સ્ટોકહોમ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયરના વાહનોને તૈનાત કરવામાં આવ્યા હતા. કારણ કે ફ્લાઈટે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. 

આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટનું કોઈ અન્ય દેશમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. બે દિવસ પહેલા જ ન્યૂયોર્કથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સીના કારણે લંડનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તેમ સમયે વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાઈ ત્યારે તે વિમાન નોર્વેજિયન એરસ્પેસની ઉપર હહતું. એર ઈન્ડિયાના તે વિમાનમાં પણ 350 મુસાફરો હતા. આ ફ્લાઈટ ન્યૂયોર્કથી દિલ્હી માટે નોન સ્ટોપ ફ્લાઈટ હતી.

— ANI (@ANI) February 22, 2023

ગત રવિવારે દુબઈથી તિરુવનંતપુરમ આવી રહેલા એર ઈન્ડિયાના એક વિમાન (આઈએક્સ 540) ના નોઝ વ્હીલમાં ટેક્નિકલ ખામી આવ્યા બાદ એરપોર્ટ પર  ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જો કે વિમાનમાં સવાર તમામ 156 મુસાફરો સુરક્ષિત હતા. પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ માટે એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક કરીને અપીલ કરી હતી. ત્યારબાદ એર ઈન્ડિયાના વિમાને સવારે 5.40 વાગે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news