BRICS Business Forum: પીએમ મોદી બોલ્યા- મહામારી બાદ અણે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવ્યો
BRICS Business Forum: પીએમ મોદીએ કહ્યુ કે, આજે જ્યારે દેશ પોસ્ટ કોવિડ રિકવરી પર ફોકસ કરી રહ્યો છે, ત્યારે બ્રિક્સ દેશોની ભૂમિકા એકવાર ફરી ખુબ મહત્વપૂર્ણ રહેશે.
Trending Photos
નવી દિલ્હીઃ બ્રિક્સ વ્યાપાર મંચ (BRICS Business Forum) ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે મહામારીથી ઉભી થયેલી આર્થિક સમસ્યાઓનો સામનો કરવા માટે અમે ભારતમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો મંત્ર અપનાવ્યો અને તેનું પરિણામ ભારતીય અર્થવ્યવસ્થાના પરફોર્મેંસથી સ્પષ્ટ છે.
આ વર્ષે અમે 7.5 ટકા ગ્રોથની આશા કરી રહ્યાં છીએ જે અમને ફાસ્ટેસ્ટ ગોઇંગ મેજર ઇકોનોમી જણઆવે છે. તેમણે કહ્યું કે બ્રિક્સ બિઝનેસ ફોરમ અમારા સ્ટાર્ટઅપના આદાન-પ્રદાન માટે એક પ્લેટફોર્મ વિકસિત કરે.
બ્રિક્સની ભૂમિકા મહત્વપૂર્ણ
પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશ પોસ્ટ કોવિડ રિકવરી પર ફોકસ કરી રહ્યો છે, ત્યારે બ્રિક્સ દેશોની ભૂમિકા એકવાર ફરી ખુબ મહત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું કે બ્રિક્સની સ્થાપના તે વિશ્વાસથી થઈ હતી કે ઇમર્જિંગ ઇકોનોમિક્સનો આ સમૂહ વૈશ્વિક ગ્રોથના એન્જિનના રૂપમાં ઉભરી શકે છે.
આ પણ વાંચોઃ રાજીનામા પહેલા ઠાકરેએ છોડ્યું સરકારી આવાસ, 'વર્ષા' છોડી માતોશ્રી પહોંચ્યા મહારાષ્ટ્રના CM
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ- અમે સ્પેસ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન હાઇડ્રોજન, ડ્રોન્સ, જેવા ઘણા ક્ષેત્રોમાં ઇનોવેશન ફ્રેન્ડલી પોલિસી બનાવી છે. આજે ભારતમાં ઇનોવેશન માટે વિશ્વ માટે સૌથી ઉત્તમ ઇકો સિસ્ટમ છે જે ભારતીય સ્ટાર્ટઅપની વધતી સંખ્યામાં દેખાડે છે.
દરેક સેક્ટરમાં ટ્રાન્સફોર્મેટિવ ફેરફાર
પીએમ મોદીએ કહ્યુ- ન્યૂ ઈન્ડિયા દરેક સેક્ટરમાં ટ્રાન્સફોર્મેટિવ ફેરફાર થઈ રહ્યાં છે. સરકારે ઈઝ ઓફ લિવિંગ, પીએમ ગતિ શક્તિની સાથે પાયાનું નિર્માણ, ડિજિટલ પરિવર્તન અને ડિજિટલ અર્થવ્યવસ્થા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે 2025 સુધી ભારતના ડિજિટલ ક્ષેત્રનું મૂલ્ય $1 ટ્રિલિયન મેલ્યૂએશનને પાર કરી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે