રાજીનામા પહેલા ઠાકરેએ છોડ્યું સરકારી આવાસ, 'વર્ષા' છોડી માતોશ્રી પહોંચ્યા મહારાષ્ટ્રના CM
સમાચાર મળી રહ્યાં છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી આવાસ ખાલી કરી દીધુ છે અને તે માતોશ્રી પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઠાકરે માતોશ્રીથી સીએમનું કામકાજ કરશે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સરકારી આવાસ ખાલી કરી દેવાના સમાચાર છે. ખુદ ઉદ્ધવ ઠાકરેએ બુધવારે ફેસબુક લાઇવમાં તે વાતની જાહેરાત કરી હતી કે જો પાર્ટીના એકપણ ધારાસભ્ય તેમની વિરુદ્ધ છે તો તે પદ પરથી રાજીનામુ આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે તે મુખ્યમંત્રીના સરકારી આવાસ 'વર્ષા'ને પણ ખાલી કરવા તૈયાર છે.
હવે સમાચાર મળી રહ્યાં છે કે ઉદ્ધવે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસ્થાન ખાલી કરી દીધુ છે અને તે પોતાના ઘર માતોશ્રી જતા રહ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉદ્ધવ માતોશ્રીથી જ મુખ્યમંત્રીનું કામકાજ કરશે. પરંતુ તેમણે હજુ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું નથી. કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે સીએમ ઉદ્ધવ ઠાકરેનો સામાન વર્ષા બંગલોથી માતોશ્રી લાવવામાં આવી રહ્યો છે.
#WATCH | Luggage being moved out from Versha Bungalow of Maharashtra CM Uddhav Thackeray in Mumbai pic.twitter.com/CrEFz729s9
— ANI (@ANI) June 22, 2022
વર્ચ્યુઅલ સંબોધનમાં શું બોલ્યા ઉદ્ધવ ઠાકરે
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે કોંગ્રેસ અને એનસીપી એકવાર કહે કે તે મને સીએમ જોવા માંગતા નથી, તો હું માની શકું. આજે સવારે કમલનાથ અને શરદ પવાર કોલ કર્યો અને કહ્યું કે તેમને મારા પર વિશ્વાસ છે. પરંતુ હવે હું શું કરુ? જ્યારે કોઈ અમારૂ તેમ કહે કે મને સીએમ પદે જોવા માંગતા નથી. જો કોઈ એક ધારાસભ્ય મને સામે કહે કે મને સીએમ પદે જોવા માંગતા નથી. તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. પરંતુ તેને સુરત જવાની શું જરૂર હતી. એક તરફ તે કહેતા હતા કે શિવસેના સામે ગદ્દારી કરતા નથી અને બીજી તરફ આ કરવું યોગ્ય નથી.
#WATCH | Maharashtra CM Uddhav Thackeray leaves from Versha Bungalow in Mumbai. pic.twitter.com/50KgWLlAx0
— ANI (@ANI) June 22, 2022
રાજીનામુ આપવા તૈયાર છુંઃ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હું મારૂ રાજીનામુ તૈયાર કરી દઉ છું. એકવાર તે ધારાસભ્યો આવે અને કહે કે તે મને સીએમ પદે જોવા માંગતા નથી. આ મારી કોઈ મજબૂરી નથી. આવા ઘણા પડકારો મેં જોયા છે. અમારી સાથે હજારો શિવસેના કાર્યકર્તા છે. આજે હું કોઈ પડકારથી ડરતો નથી. જેને તેમ લાગે છે કે હું શિવસેનાનું નેતૃત્વ નથી કરી શકતો તો હું શિવસેનાનું પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું.
આ પણ વાંચોઃ Maharashtra Political Crisis: ઉદ્ધવ ઠાકરેની ઓફર પર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, કહી આ 4 વાત
હિન્દુત્વ અને શિવસેના એક સિક્કાની બે બાજુઃ ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જે રીતે કોરોનાનું સંકટ આવ્યું હતું, ત્યારે મારી પાસે વધુ અનુભવ નહોતો. ત્યારે જે પણ સર્વે આવી રહ્યાં હતા, તેમાં દેશના ટોપ-5 મુખ્યમંત્રીઓમાં રહેવાના આશીર્વાદ મને મળ્યા હતા. પરંતુ હું આજે કોરોના નહીં બીજો મુદ્દો લઈને આવ્યો છું. ઠાકરેએ કહ્યુ કે, પાછલા દિવસોમાં અમે રામ મંદિરનો પ્રવાસ કર્યો હતો. તે દરમિયાન એકનાથ શિંદે અમારી સાથે હતા. બાલાસાહેબ ઠાકરેના મૃત્યુબાદ અમે 2014ની ચૂંટણી પોતાના દમ પર લડી અને હિન્દુત્વના મુદ્દા પર સફળતા હાસિલ કરી હતી. શિવસેના અને હિન્દુત્વ એક સિક્કાના બે પાસા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે