પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચને ઠાર માર્યા છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની આતંકી છે કે તસ્કર.
પંજાબમાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરતા 5 પાકિસ્તાનીઓને ઠાર માર્યા

નવી દિલ્હી: બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ભારત-પાકિસ્તાન બોર્ડર પર પાંચ ઘુસણખોરોને ઠાર માર્યા છે. પંજાબના તરનતારનમાં પાંચ પાકિસ્તાની બોર્ડર પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. ત્યારે બીએસએફની 47 બટાલિયને પાંચને ઠાર માર્યા છે. હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, આ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની આતંકી છે કે તસ્કર.

બીએસએફ તરફથી જારી કરેલા નિવદેન અનુસાર, 103 બટાલિયનના સતર્ક સૈનિકોએ તરનતારનના આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ધુસણખોરોને જોયા હતા. તેમણે આત્મસમર્પણ કરવા કહ્યું હતું, ઘુસણખોરોએ બીએસએફના સૈનિકો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં પાંચ ધુસણખોરો માર્યા ગયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

Alert troops of 103 Bn #BSF noticed suspicious movement of intruders violating IB. Upon being challenged to stop, intruders fired upon #BSF troops who retaliated in self defence. Resultantly, 05 intruders were shot. Intensive search ops is underway. pic.twitter.com/qwN5UoWC1A

— BSF PUNJAB (@BSF_Punjab) August 22, 2020

બીએસએફનું કહેવું છે કે, તેમની પાસે AK-47, એક પિસ્તોલ અને એક પપી બેગ મળી આવી છે. હથિયારો અને બેગને કબ્જે કરી તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સતર્કતા વધારવામાં આવી છે. બીએસએફના જવાન મુસ્તેદીથી ધુસણખોરીનો પ્રયાસને રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news