Budget 2019 : ઉછાળા સાથે ખુલ્લું શેરમાર્કેટ, Sensex 40 હજારને પાર 

ગુરુવારે સેન્સેક્સ સતત ચોથા દિવસે તેજી સાથે બંધ થયો હતો. ગુરુવારે સેન્સેક્સ 68.81 પોઇન્ટના વધારા સાથે 39,908.06 પર બંધ થયો હતો. 

Budget 2019 : ઉછાળા સાથે ખુલ્લું શેરમાર્કેટ, Sensex 40 હજારને પાર 

નવી દિલ્હી : બજેટ આવે એની ગણતરીની મિનિટો પહેલાં શેરમાર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 9.20 કલાકે Sensex 110 પોઇન્ટની તેજી સાથે 40 હજારને પાર 40024 પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ સિવાય નિફ્ટી પણ 30 પોઇન્ટના ઉછાળા સાથે 12 હજારની આસપાસ 11977 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. 

ગુરુવારે સેન્સેક્સ સતત ચોથા દિવસે તેજી સાથે બંધ થયો હતો. ગુરુવારે સેન્સેક્સ 68.81 પોઇન્ટના વધારા સાથે 39,908.06 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 30 પોઇન્ટના વધારા સાથે 11,946.75 પર બંધ થયો હતો. બિઝનેસ દરમિયાન સેન્સેક્સ 39,979.10ના સ્તર સુધી ઉછળ્યો અને એનું નીચલું સ્તર 39,858.33 રહ્યું. નિફ્ટી પણ બિઝનેસ દરમિયાન 11,969.25ના ઉચ્ચ સ્તર સુધી ઉછળ્યો અને એનું નીચેનું સ્તર 11,923.65 રહ્યું. 

સામાન્ય લોકોની સાથેસાથે માર્કેટને પણ આજના બજેટ પાસેથી બહુ અપેક્ષા છે. રોજગાર અને રોકાણના મુદ્દે સરકાર મોટું એલાન કરી શકે છે. આશા છે કે સરકાર ટેક્સપેયર્સને રાહત આપશે. નોંધનીય છે કે ઇન્દિરા ગાંધી પછી પહેલીવાર કોઈ મહિલા દેશના નાણાંપ્રધાન તરીકે બજેટ રજૂ કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news