બુલંદ શહેર હિંસા, જીતુની વિરુદ્ધ પુરાવા મળે તો તેને પોલીસને સોંપી દેવાશે: આર્મી ચીફ

સેનાએ અત્યાર સુધી યુપી પોલીસને જીતુને હેંડઓવર નથી કર્યું, પોલીસનાં સુત્રો અનુસાર  સેના યુપીમાં જ જીતુ ફોજીને રવિવારે પોલીસના હવાલે કરશે

બુલંદ શહેર હિંસા, જીતુની વિરુદ્ધ પુરાવા મળે તો તેને પોલીસને સોંપી દેવાશે: આર્મી ચીફ

નવી દિલ્હી : બુલંદ શહેર હિંસામાં આરોપી નંબર 11 જિતેન્દ્ર મલિક એટલે કે જીતુ ફૌજીને સેનાની ટીમ લઇને જમ્મુ કાશ્મીરથી ઉત્તરપ્રદેશ માટે રવાના થઇ ચુક્યા છે. જીતુને યુપી લઇને આવી રહેલી ટીમની સાથે સેનાનાં એક મેજર પણ છે. બીજી તરફ સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે, જો  જિતેન્દ્ર મલિકની વિરુદ્ધ કોઇ પુરાવાઓ મળી આવે છે અને પોલીસ તેને શંકાસ્પદ માને છે તો અમે તેને પોલીસની સમક્ષ રજુ કરીશું. અમે આ મુદ્દે પોલીસની સંપુર્ણ મદદ કરીશું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, સેનાએ અત્યાર સુધી યુપી પોલીસને જીતોને હેંડઓવર નથી કરવામાં આવ્યું. પોલીસ સુત્રો અનુસાર સેના યુપીમાં જ જીતુ ફોજીને રાજ્ય પોલીસના હવાલે કરશે. યુપી એસટીએફનાં સુત્રો અનુસાર સેનાનાં અધિકારીઓનું કહેવું છે કે ખીણમાં જવાોન પર હૂમલો થઇ રહ્યો છે. જેથી પોલીસની સાથે આર્મીની ટીમ પણ આરોપીઓને ખીણની બહાર કાઢશે. 

બુલંદશહેર હિંસામાં મૃત્યુ પામેલ ઇન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ અને પોલીસ પર હૂમલો કરવાનાં કેસમાં દાખલ ફરિયાદમાં જીતુ ફૌજીનું નામ પણ છે. જીતુ ફૌજી જમ્મુ કાશ્મીરમાં સેનામાં સિપાહીનાં પદ પર ફજંદ છે. પોલીસને કેટલાક આરોપીઓની પુછપરછ પરથી જાણવા મળતું હતું કે ગોળી જીતુ ફોજીએ ચલાવી હતી. 

જીતુ જ્મ્મુ કાશ્મીરનાં સોપોરમાં આર્મીની 22 રાજસ્થાન રાઇફલ્સમાં ફરજંદ છે. શુક્રવારે રાત્રે બુલંદશહેર પોલીસની સાથે યુપી એસટીએફની ટીમ જમ્મુ કાશ્મીરમાં છે. આર્મી યુપી એસટીએફને પુરો સહયોગ કરી રહી છે. જીતને આર્મી પોલીસ ટીમને સોંપશે અને સાથે જ બુલંદ શહેર પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીતુનું નામ ફરિયાદમાં છે. પુછપરછમાં આ વાતનો ખુલાસો થશે કે ઇન્સપેક્ટરને ગોળી જીતુ ફોજીએ જ મારી હતી કે અન્ય કોઇ વ્યક્તિએ. માનવામાં આવી રહ્યું છે કે રવિવારે આર્મી આરોપીઓને યુપી પોલીસને હેંડઓવર કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news