Bulli Bai એપના ક્રિએટરની દિલ્હી પોલીસે કરી ધરપકડ, અસમથી દબોચ્યો
Bulli Bai એપની તપાસમાં લાગેલી પોલીસને મોટી સફળતા મળી છે. GitHub પર bulli bai એપ બનાવનારાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ એપ પર મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવીને તેમની બોલી લગાવવામાં આવી રહી હતી.
Trending Photos
નવી દિલ્હી: Bulli Bai એપની તપાસમાં લાગેલી પોલીસને મોટી સફળતા મળી છે. GitHub પર bulli bai એપ બનાવનારાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. આ એપ પર મુસ્લિમ મહિલાઓને નિશાન બનાવીને તેમની બોલી લગાવવામાં આવી રહી હતી.
દિલ્હી પોલીસ ઈનપુટ મળ્યા બાદ અસમ પહોંચી હતી. ત્યાંથી Bulli Bai ના ક્રિએટર અને મુખ્ય ષડયંત્રકારની ધરપકડ થઈ છે. આરોપીની નામ નીરજ બિશ્નોઈ છે. તેની ઉંમર 20 વર્ષની હોવાનું કહેવાય છે. આ કેસમાં અગાઉ મુંબઈ પોલીસે ત્રણ લોકોની ધરપકડ થઈ છે. પોલીસે અત્યાર સુધીમાં શ્વેતા સિંહ, વિશાલ કુમાર અને મયંક રાવલની ધરપકડ કરી છે. શ્વેતા સિંહની ઉત્તરાખંડની ધરપકડ થઈ હતી.
Neeraj Bishnoi, arrested from Assam by Delhi Police Special Cell's IFSO team, is the main conspirator & creator of 'Bulli Bai' on GitHub & the main Twitter account holder of the app. He is being brought to Delhi: DCP (IFSO) KPS Malhotra pic.twitter.com/8ooktfVmbl
— ANI (@ANI) January 6, 2022
નીરજ બિશ્નોઈની ધરપકડ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના IFSO ટીમે કરી. આરોપી અસમના જોરહાટના દિગંબર વિસ્તારનો રહીશ છે. તે ભોપાલની વેલ્લોર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો બીટેકનો વિદ્યાર્થી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે