ગૃહિણીઓ પણ કરી શકે છે પોતાનો બિઝનેસ, સરકારની આ યોજના વિશે ખાસ જાણો..મસમોટા છે ફાયદા

શું તમે પણ તમારો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો....પરંતુ પૈસાની કમીના કારણે શરૂ નથી કરી શકતા. જો આવું હોય તો સરકારની મદદથી તમે તમારું કામ શરૂ કરી શકો છો.

Updated By: Jun 20, 2021, 11:51 AM IST
ગૃહિણીઓ પણ કરી શકે છે પોતાનો બિઝનેસ, સરકારની આ યોજના વિશે ખાસ જાણો..મસમોટા છે ફાયદા
સાંકેતિક તસવીર

શું તમે પણ તમારો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન કરી રહ્યા છો....પરંતુ પૈસાની કમીના કારણે શરૂ નથી કરી શકતા. જો આવું હોય તો સરકારની મદદથી તમે તમારું કામ શરૂ કરી શકો છો. તેનો અર્થ એ થયો કે પૈસાની કમી હવે તમારા વિકાસને આડે નહીં આવે. પીએમ મુદ્રા લોન યોજનામાં જો તમે તમારા ઘરની મહિલાના નામથી અરજી કરશો તો તમને સરળતાથી લોન મળી જશે. ખાસ જાણો આ યોજનાના ફાયદા વિશે...

10 લાખ રૂપિયા સુધીની લોન
આ યોજનામાં 50 હજાર રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. એટલે કે 3 પ્રકારે લોન અપાય છે. શિશુ, કિશોર અને તરુણ લોન, શિશુ લોનમાં 50,000 રૂપિયા સુધીની લોન મળે છે. જ્યારે કિશોર લોનમાં 50 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી અને તરુણ લોનમાં 5 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. 

મહિલાના નામથી કરશો અરજી તો ફટાક દઈને મળશે લોન
સરકારની આ યોજનામાં મહિલાઓ પર ખાસ ભાર મૂકાયો છે. આથી જો તમારે કોઈ ધંધો વ્યવસાય શરૂ કરવો હોય તો તમે લોન લેતી વખતે તમારા ઘરની મહિલાનું નામ આપો. તમને લોન મળવાની સંભાવના વધી જશે. હાલ સરકાર દેશની મહિલાઓને જાગૃત કરવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. 

કોઈ પણ કરી શકે અરજી
આ યોજના હેઠળ લન માટે મહિલા કે પુરુષ ગમે તે અરજી કરી શકે છે. લોન માટે તમારે સિલેક્ટેડ સરકારી અને પ્રાઈવેટ બેંકની બ્રાન્ચમાં જવું પડશે અને ત્યાં જઈને તેના માટે અરજી કરી શકો છો. તેમને બેંકમાં જઈને જ આ અંગે બધી માહિતી મળી જશે. 

18 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ
વ્યવસાય શરૂ કરવા કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તેનાથી ઓછી ઉંમરની વ્યક્તિને લોન મળશે નહીં. મુખ્ય રીતે આ યોજના હેઠળ લોન મેળવનારા લાભાર્થી વેન્ડર, ટ્રેડર, દુકાનદાર, અને કેટલાક અન્ય નાના વ્યવસાયી હોય છે. 

Corona Update: 81 દિવસ પછી 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ

ક્યાંથી લઈ શકો લોન
તમે દેશની તમામ સરકારી બેંકોમાંથી આ લોન મેળવી શકો છે. આ ઉપરાંત પ્રાઈવેટ સેક્ટરની એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, સિટી યુનિયન બેંક, ટીસીબી બેંક, ફેડરલ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા, નૈનીતાલ  બેંક, સાઉથ ઈન્ડિયન બેંક, અને યસ બેંક તથા આઈડીએફસી બેંકમાંથી મેળવી શકો છો. આ સાથે જ રૂરલ  બેંક, કોઓપરેટિવ બેંક, નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાઈનાન્સ કંપનીઓમાંથી પણ મુદ્રા લોન મળી શકે છે. 

PM Modi ની J&K ના નેતાઓ સાથે થવાની છે મહત્વની બેઠક, પણ આ પાર્ટીએ સામેલ થવાની ના પાડી

લોન મળશે કે નહીં?
લોન લેવા માટે તમે ઓફિશિયલ સાઈટ www.mudra.org.in પર જઈ શકો છો. આ વેબસાઈટ પર મુદ્રા લોન માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. તમે મુદ્રા યોજના હેઠળ લોન મેળવી શકશો કે નહીં તેના માટે https://merisarkarmeredwar.in/ પર તમામ વિગતો આપવામાં આવી છે. તેના પર ક્લિક કરીને જાણી શકો છો કે તમે મુદ્રા યોજના હેઠળ લોન મેળવવા માટે યોગ્ય છો કે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube